હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનથી બરફની ચાદર

રખેવાળ ન્યુઝ, અંબાજી : માઉન્ટ આબુમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠેર ઠેર બરફ જામી ગયો હતો.તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળતા તાપમાનનો પારો માઈનસ ૩ ડિગ્રી થતાં માઉન્ટઆબુમાં બરફ જામી ગયો હતો અને આ હાડ થીજવતી ઠંડીથી બચવા માટે લોકોએ ગરમ કપડાં અને તાપણાનો સહારો લેવો પડ્‌યો હતો વધુ ઠંડી પડતા સહેલાણીઓમાં ઘટાડો જોવા મળ્યો હતો. રાજસ્થાનના એક માત્ર હિલ સ્ટેશનમાં તાપમાન માઈનસમાં જતાં લોકો ઠુંઠવાયા હતા. ઘણી જગ્યાએ પાણી પર બરફના થર જામ્યા હતા.લોકોએ બોનફાયર અને ચાની ચુસ્કી લઈને ઠંડીથી બચવા પ્રયાસ કર્યો હતો.માઉન્ટઆબુમાં ઠંડી સતત વધી રહી છે. માઉન્ટઆબુવાસીઓ દિવસ દરમિયાન ઘરોમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. આજે તાપમાન આ શિયાળામાં પ્રથમ વખત માઈનસ નોંધાયું હતું. તાપમાનમાં ઘટાડો થયા બાદ માઉન્ટઆબુના મેદાનોની બહાર પાર્ક કરેલી કારની છત બરફના થરો જામી ગયા હતા. આ શિયાળામાં પહેલીવાર જ્યારે તાપમાન માઈનસ પર પહોંચ્યું ત્યારે ઠંડીની અસર હવે તીવ્ર બની છે.હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં પહોંચેલા પ્રવાસીઓ મોસમની મજા માણવા માટે મોટી સંખ્યામાં માઉન્ટઆબુ પહોંચ્યા છે. ઠંડીની મજા માણવા કેટલાંક પર્યટકો નકીલેખ ખાતે ચાલવા નિકળ્યા હોવાનું જોવા મળ્યું હતું. વધતી જતી ઠંડીને કારણે મોટાભાગના પર્યટકો હોટલોમાં પુરાઈ રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.