02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / લીલી શાકભાજીનું ઉત્પાદન ઘટતાં ભાવમાં ભડકો

લીલી શાકભાજીનું ઉત્પાદન ઘટતાં ભાવમાં ભડકો   20/07/2019

ચોમાસુ ઋતુનો પ્રારંભ થયો હોવા છતાં વરસાદની વિલંબતા વચ્ચે શાકભાજીના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેને લઇ ગૃહિણી ઓના ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે.
શાકભાજીના પાકમાં આવતા રહો છો. આવતો હોવાના કારણે શાકભાજીના ભાવમાં ધરખમ તેજી જોવા મળી રહી હોવાનું જાણવા મળ્યું છે. શાકભાજીના ભાવોમાં જંગી ઉછાળો આવતા બહુ શાકભાજી પકવતા ખેડૂતોને પણ ખૂબ સારા ભાવો મળી રહ્યા છે ત્યારે રીટેલ ભાવ તો ખૂબ ઊંચા જોવા મળી રહ્યા છે. કાળઝાળ મોંઘવારીના જમાનામાં ગરીબ અને મધ્યમ વર્ગના પ્રધાનોને શું ખાવું અને શું ન ખાવું તેવી સમસ્યા સર્જાઇ રહી છે. શાકભાજીના ભાવો ભડકે બળતા હોવાના કારણે ગરીબ તારક આર્થિક મુશ્કેલીમાં પણ મુકાઈ રહ્યો છે. ગરીબ અને મજૂર વર્ગના લોકો રાત દિવસ કાળી મજૂરી કરી પેટીયું રળતા હોય છે તેમજ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળતા મધ્યમ વર્ગના પ્રજાજનો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે બજારોમાં શાકભાજી માર્કેટમાં લાવ્યો ઉપર ગૃહિણીઓ પણ શાકભાજી ના ભાવ પૂછી પાછળ પડી રહી છે. મોટા ફેરા મારી ભાવ બાબતે પણ રકઝક થતી જોવા મળી રહી છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગની ગુણોને ભારે હાલાકી ભોગવવી પડતી રહી છે. લીલી શાકભાજીમાં દૂધી અને રીંગણ જેવાના પણ ભાવ ખૂબ ઉંચા જોવા મળી રહ્યા છે. ત્યારે ગવાર, ભીંડા, ચોળી, ટામેટા, ટીંડશા, ગીંલોડા,  મરચા જેવા અન્ય શાકભાજીઓનો તો ભાવોમાં ખૂબ જ જોવા મળી રહ્યો છે. જેથી ઓછી આવકમાં ઘર ચલાવવામાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત દયનિય જોવા મળી રહી છે. 

Tags :