અરબી સમુદ્રમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેસર તથા કચ્છમાં સર્જાયેલ અપર એર સાયકલોનીક સિસ્ટમના કારણે ચોમાશું ખેંચાયું

ઓક્ટોમ્બર વર્ષ 2016મા બે ઈંચ વરસાદ પડ્યા બાદ ત્રણ વર્ષે ફરી ઓક્ટોમ્બર 2019મા બનાસકાંઠામા વરસાદ ખાબક્યો હતો.અરબી સમુદ્રમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેસર પ્રેસરના કારણે બનાસકાંઠામા ઓક્ટોમ્બર માસના પ્રથમ દિવસે પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો...
 
સામાન્ય રીતે સપ્ટેમ્બર માસના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં વિધિવત રીતે પૂર્ણ થતું હોય છે.પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર માસમાં પ્રથમ અઠવાડિયામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના ખેડૂતોના બાજરી કપાસ સહિત અનેક પાકોમા નુકશાન થયું છે.બીજી તરફ  વરસાદના કારણે ડેન્ગ્યુ, મચ્છરજન્ય રોગોમાં વધારો નોંધાયો છે.છેલ્લા પાંચ વર્ષમાં ઓક્ટોમ્બર માસમાં થયેલ વરસાદનો આંકડો જોતા વર્ષ 2015મા 0 મિમી વરસાદ નોંધાયો હતો.જ્યારે વર્ષ 2016મા 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો.જ્યારે વર્ષ 2016 - 17મા વરસાદ નોંધાયો ના હતો જ્યારે આ વર્ષે ઓક્ટોમ્બર માસની પ્રથમ તારીખે પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબકયો હતો.જ્યારે પ્રથમ અઠવાડિયામાં ત્રણ ઇંચ ( 79.2) મિમી વરસાદ નોંધાયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.