ખંભીસરમાં વરઘોડો અટકાવવા મુદ્દે નવો વિવાદ મહિલા ડીવાયએસપી અપશબ્દો બોલતાં રોષ

અરવલ્લી :  મોડાસા તાલુકાના ખંભીસર ગામે આઝાદીના આટલા વર્ષો પછી પણ એક પણ અનુસૂચિત જાતિના યુવકનો ઘોડા ઉપર વરઘોડો નીકળ્યો નથી ત્યારે ગામના ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશના રવિવારે લગ્ન હોવાથી ગામના કેટલાક અસામાજિક તત્વોની ધમકીના પગલે જીલ્લા પોલીસવડા ને રજુઆત કરતા પોલીસવડા મયુર પાટીલે ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલ સહીત ૧ પી.આઈ અને ૬ પીએસઆઈ અને ૫૦ જેટલા પોલીસકર્મીઓ ખંભીસર ગામે ખડકી દીધા હતા તંગદિલી ભર્યા માહોલ માં ડી.વાય.એસ.પી ફાલ્ગુની પટેલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં તદ્દન નિષ્ફળ રહેતા અગ્નિભરેલા માહોલમાં ફાલ્ગુની પટેલે મગજ પર નો કાબુ ગુમાવતા આક્રમકઃ બની દલિત સમાજના યુવકો અને અગ્રણીઓ ને ધમકાવતા સમસમી ઉઠ્‌યા હતા આ ઘટનાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે રેન્જ આઈજી મયુરસિંહ ચાવડા ને રજુઆત કરી શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરતા રેન્જ આઈજીએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી  ખંભીસર ગામે નીકળેલા દલિત સમાજના વરઘોડામાં પોલીસ રક્ષણ માટે ઉપસ્થિત ડીવાયએસપી ફાલ્ગુની પટેલ દલિત સમાજને સહકાર ન આપતા હોવાની સાંજના ૫ વાગ્યાના સુમારે જ રાજ્ય પોલીસ વિભાગને જાણ કરી હતી પોલીસતંત્રની નિષ્ફળતા બંને સમાજના લોકોને આમને-સામને લાવી દીધા હતા 
ખંભીસર ગામે ડીવાયએસપી ફાલ્ગુની પટેલની રાહબળી હેઠળ દલિત યુવક જયેશનો વરઘોડો નીકળતા એકજ સમાજના લોકોએ દલિત સમાજના યુવકનો વરઘોડો તેમના ફળિયામાં પ્રવેશતો અટકાવવા ધર્મની આડ લીધી હતી અને મહિલાઓને આગળ ધરી ભજન-કીર્તન સાથે યજ્ઞ હોમ હવનનું શરણ લેતા વરઘોડામાં વિઘ્‌ન સર્જાતા તંગ વાતાવરણનું નિર્માણ થતા પોલીસતંત્રના ડીવાયએસપી ફાલ્ગુની બેન પટેલે યજ્ઞમાં બેસેલી મહિલાઓને સમજાવવાનો પ્રયત્ન નિષ્ફળ રહેતા અને દલિત પરિવારના વરઘોડાને રક્ષણ આપવાના બદલે “ઉલ્ટા ચોર કોટવાલ કો ડાન્ટે” ની જેમ ફાલ્ગુની પટેલે મગજનો પારો ઉચકાતા દલિત સમાજના યુવકો અને અગ્રણીઓ ને ધમકી આપતા સોપો પડી ગયો હતો 
સમગ્ર ઘટના સમાજના જાગૃત યુવકોએ મોબાઈલ માં કેદ કરી લીધી હતી અને દલિત સમાજના વિવિધ સોશ્યલ મીડિયામાં વાઈરલ કરતા દલિત સમાજના લોકોમાં ડીવાય એસ પી ફાલ્ગુની પટેલ સામે આગામી દિવસોમાં પગલાં ભરવાની માંગ સાથે પોલીસવડા અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી.   
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.