02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / પાંચ દિવસમાં ૪૦ વાહન ડીટેઈન કરી પ૧,૯૦૦ નો દંડ વસુલાયો

પાંચ દિવસમાં ૪૦ વાહન ડીટેઈન કરી પ૧,૯૦૦ નો દંડ વસુલાયો   01/12/2019

રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા જિલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસામાં ટ્રાફીકની સરદર્દ પુરવાર થયેલી સમસ્યાને ગંભીરતાથી લઈ ટ્રાફિક પોલીસે કડકાઈ દાખવી છેલ્લા પાંચ દિવસમાં ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા ૪૦ વાહનો ડીટેઈન કરી અન્ય વાહન ચાલકો પાસેથી પણ રૂ.પ૧,૯૦૦ નો દંડ વસુલ કર્યો હતો. તેથી ટ્રાફીકની વિકટ સમસ્યા હળવી થતા આમ પ્રજાએ હાશકારો અનુભવ્યો છે. 
વેપારી મથક ડીસાની ટ્રાફીક સમસ્યા કાયમી બની જતા આ બાબતે મીડીયામાં અહેવાલો પ્રસિધ્ધ થવા સાથે જાગૃત નાગરીકો દ્વારા સરકારના લોક દરબારમાં પણ રજુઆતો કરાતી હતી. ત્યારે ડીસામં નવ નિયુક્ત ટ્રાફીક પી.એસ.આઈ. એમ.ડી.પંચાલે પોતાની ટ્રાફિકની ટીમ દ્વારા ટ્રાફિકની સમસ્યા માટે મુખ્ય જવાબદાર ગણાતા ટ્રાફીકના નિયમોના ભંગ સામે અભિયાન છેડ્યુ છે જેમાં ટ્રાફીક પોલીસની ટીમ દ્વારા ટ્રાફીકને અવરોધતા વાહનો, ડબલડેકર વાહનો, કાળા કાચ લગાવેલ વાહનો, સીટ બેલ્ટ ન બાંધતા ચાલકો, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા ચાલકો, લાયસન્સ વગરના ચાલકો, જાહેર રસ્તામાં પાર્ક પડેલા વાહનો સામે કડકાઈ દાખવી છે. જેથી છેલ્લા પાંચ દિવસમાં ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા ૪૦ વાહનો ડીટેઈન કરવા સાથે કસુરવાર વાહન ચાલકો પાસેથી રૂ.પ૧,૯૦૦ નો દંડ પણ વસુલ્યો છે. ટ્રાફીક પોલીસની લાલ આંખથી ટ્રાફીકના નિયમોનું પાલન થવા લાગતા ટ્રાફીકની સમસ્યામાં સુધારો થવા પામ્યો છે. જેથી ટ્રાફીક પોલીસના અભિયાનને આમ પ્રજાએ આવકારી અભિયાન ચાલુ રાખવાની માંગ કરી હતી 

Tags :