02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / વાવ પંથકમાં અંધશ્રદ્ધાએ લીધો માસુમ બાળકનો જીવ : તાવ મટાડવા ગરમ સળીયા - ચીપિયાથી આપ્યા હતા ડામ

વાવ પંથકમાં અંધશ્રદ્ધાએ લીધો માસુમ બાળકનો જીવ : તાવ મટાડવા ગરમ સળીયા - ચીપિયાથી આપ્યા હતા ડામ   03/06/2019

બનાસકાંઠાના વાવ પંથકમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બીમાર બાળકને સાજો કરવા માટે ગરમ સળીયા અને ચિપિયાથી તેને ડામ આપવામાં આવ્યા હતા. પણ, ડામ આપ્યા બાદ બાળક સાજો ન થતાં સારવાર માટે ડીસા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન બાળકનું કરુણ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. 
બનાસકાંઠા અને રાજસ્થાનનાં અંતરિયાળ ગામો જે આજે પણ શિક્ષણ અને જનજાગૃતિનાં અભાવે બાળકોને આવા જીવનાં જોખમમાં મૂકતા હોય છે. જોકે, બાળક ને પેટ પર આપેલા આગ ઝરતા સોયા અથવ ચીપીયાથી ડામ આપે છે.ત્યારે આપણાં પણ રૂંવાડા ઉભા થઈ જાય છે. ત્યારે હવે ડામથી અપાતા ઇલાજ સામે જાગૃતિ લાવવા આરોગ્ય વિભાગે અંતરિયાળ ગામોમા પ્રયત્ન હાથ ધરવા જોઈએ.

Tags :