ઊંઝા વિધાનસભા મત વિસ્તારના ગામોની જમીનોની બાકીની વાંધા અરજીઓ નિકાલ કરવા માંગ

 
 
                                ઊંઝા વિધાનસભા વિસ્તારમાં ગામોની ખેતીની જમીનોનું રી- સર્વે પુરૂં થવા છતાં હજુ ૬ર૦૦ જેટલી વાંધા અરજીઓ પૈકી ૪૭૦૦ અરજીઓનો નિકાલ ન થતાં ખેડુતોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ બાબતે ઊંઝાના ધારાસભ્યે જિલ્લા સંકલનમાં ઉગ્ર રજુઆત કરી ઝડપથી ઉકેલ લાવવા માંગ કરી છે. 
ઊંઝા વિધાનસભા વિસ્તારમાં ઊંઝા તેમજ વડનગર સાથે બે તાલુકા આવેલા છે. ઊંઝા તાલુકાના ૩ર ગામો અને વડનગર તાલુકાના ૪૭ ગામોમાં ખેતીની જમીનોનું રી- સર્વેનું કામ ચાલે છે જેમાં અનેક ક્ષતિઓ ઉભી થતાં ખેડુતોમાં રોષ વ્યક્ત થયેલ છે. પરિણામે સરકારે વાંધા અરજીઓ મંગાવતા ઊંઝા તાલુકામાંથી ૪૮૦૦ જેટલી વાંધા અરજીઓ અને વડનગર તાલુકામાંથી ૧૪૦૦ વાંધા અરજીઓ આવી હતી. ઉપરોક્ત તમામ ગામોની રી- સર્વેની કામગીરી પૂર્ણ થયેલ છે. 
બાદમાં ઉભી થયેલી ક્ષતિઓના નિવારણ માટે આવેલી વાંધા અરજીઓ પૈકી હજુ ૪૭૦૦ જેટલી બાકી પડી છે. 
ઊંઝાના ધારાસભ્ય ડા.આશાબેન પટેલે ખેડુતોની રજુઆતોના પગલે સમગ્ર મામલો જિલ્લા સંકલનની બેઠકમાં રજુ કરીને બાકીની વાંધા અરજીઓની સત્વરે પૂર્તતા થાય તે માટે માંગ કરી છે. જા કે ધારાસભ્યની રજુઆતના પગલે જિલ્લા વહીવટી તંત્રએ બાકી રહેલી વાંધા અરજીઓનો નિકાલ આગામી જાન્યુઆરીના અંત સુધીમાં પૂર્ણ કરવાની ખાત્રી આપી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.