વાવના ટડાવ સી.એચ.સી.ના ડોક્ટર સહીત બે વિરૂધ્ધ છેડતીની ફરીયાદ

 વાવ  : વાવ તાલુકાના આછુવા પ્રા.આ.કેન્દ્રમાં અંજનાબેન અને સપ્રેડા ખાતે મનીષાબેન ફીમેલ હેલ્થ વર્કર તરીકેની ફરજ બજાવે છે. અને ટાડવ ખાતે આવેલા પોતાના હેડ ક્વાર્ટસ ખાતે રહે છે. ગત તા.૩૦/૮/ર૦૧૯ ના રોજ આ બંને બહેનો પોતાની ફરજ બજાવી પોતાના હેડક્વાર્ટસ ટડાવ ખાતે આવેલી ત્યારે રાત્રે ૮ વાગ્યાના સમયે ટડાવ ખાતે ડોક્ટર તરીકેની ફરજ બજાવતા ડો.જયદીપસિંહ રાજપુત (રહે.ભોરલ) અને ટડાવ ખાતેના પ્રા.મેડીકલમાં બેસતા હેમતંભાઈ પીરાભાઈ રાજપુત (રહે.ટડાવ) બંને દારૂ પીધેલી હાલતમાં આવી હેડક્વાર્સના દરવાજાને ધક્કો મારી ખોલી અને અંદર ઘુસી ગયેલા ત્યારબાદ આ બંને બહેનોના માથાના વાળ અને કપડા ખેંચી જમીન નીચે પાડી દઈ મુઢ માર મારી બીભત્સ માંગણી કરેલ અને ત્યાંથી નાસી છુટેલા પરંતુ જતા જતા કહેતા ગયેલા કે આ બાબતની તારા સગા સ્નેહીઓ કે પોલીસને જાણ કરીશ તો જાનથી મારી નાખીશું અને ફરી પાછા દોઢ કલાક બાદ ટડાવ હેડક્વાર્ટસ ખાતે આવી ક્વાર્ટસના બારી - બારણા અને દરવાજા ખખડાવી ધાક ધમકીઓ આપી હતી. આ બાબતની અંજનાબેન રાવલે (મુળ રહે.જ્યોતિનગર સોસાયટી, મહેસાણા) તેમના સગા સ્નેહીઓને તમામ હકીકત જણાવી માવસરી પોલીસ મથકે ફરીયાદ આપતા માવસરી પોલીસે બે ઈસમો વિરૂધ્ધ આઈપીસી કલમ ૩ર૩, ૩પ૪, પ૦૬(ર), પ૦૪, ૧૧૪ મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટાડવ સા.આ. કેન્દ્રના હેડક્વાર્ટસ ખાતે રહેતી આ બંને નર્સ બહેનોને આ બે વ્યÂક્તઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી અવાર - નવાર હેરાન પરેશાન કરાતી હતી. ઘરના પાણીના નળ કનેક્શનો પણ કાપી દેવાયા હતા. છેલ્લા ૬ માસથી આ બે બહેનો આ બંનેથી પરેશાની ભોગવી રહી હતી. તેવું ગામમાં છડે ચોક ચર્ચાય છે.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.