02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / થરાદના ભોરડુમાં વિજળી પડતાં યુવકનો મોબાઇલ બળી ગયો

થરાદના ભોરડુમાં વિજળી પડતાં યુવકનો મોબાઇલ બળી ગયો   01/09/2019

થરાદ : થરાદના ભોરડુંમાં શનિવારે વિજળી વિજલાઇન પડતાં ગામમાં વિજપુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો. જેના કારણે એક યુવકનો મોબાઇલ અને ચાર્જર બળી જવા પામ્યું હતું. જ્યારે થરાદ પંથકમાં કેટલાક વિસ્તારોમાં વિજળીના કડાકા સાથે ભારે વરસાદ પડવા પામ્યો હતો. થરાદ શહેરમાં ૨૯ મિમી વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આગાહીના પગલે થરાદ પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારની બપોરથી સાંજની વચ્ચે મુશળધાર વરસાદ ખાબક્યો હતો.ભોરડુ પટ્ટામાં ભારે વરસાદના કારણે નવા બની રહેલા ફોરલેનને કારણે ઠેરઠેર પાણી ભરાતાં થરાદ ધાનેરા હાઈવે બંધ થવા પામ્યો હતો. જેના કારણે મોટર સાયકલ ચાલકોને આજુબાજુ ફરીને જવાની    નોબત આવી હતી. જોકે ભારે વાહનો સાંજ સુધી નિકળી શકતાં ન હતાં. આથી તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્‌યો હતો.
ચોમાસામાં પહેલી વખત ભારે ગાજવીજ સાથે અચાનક મુશળધાર વરસાદના કારણે અનેક તળાવમાં પાણી આવક થવા પામી હતી. ખેતરમાં પાણી ભરાઈ જતા બાજરી સહિત અન્ય ઉભેલા પાકને નુકસાન થતાં ખેડૂતોમાં કહી ખુશી ગમ લાગણીઓ છવાઇ હતી. જ્યારે તાલુકાના ભોરડુ ગામમાં એક ઈલેક્ટ્રીક વિજ લાઈન પર વીજળી પડવાથી એક વિધાર્થી દીપાભાઇ કરસનભાઈ ઠાકોર રહે.ભોરડુનો અનરોઈડ મોબાઈલ અને ચાર્જર બળી ગયાં હતાં. જોકે  જાનમાલના નુકશાનના કોઈ સમાચાર મળ્યા ન હતા. તેમજ વિજળીના કડાકા સાથે ડુલ થયેલી વિજળી મોડા સુધી પુર્વવત ન થતાં ગ્રામ્યજનોને અંધાર પટનો સામનો કરવો પડ્‌યો હતો. થરાદ મામલતદાર એન બી ભગોરાએ ૨૯ મિમી વરસાદ નોંધાયો હોવાનું જણાવ્યું હતું.

Tags :