રાયસીંગપુરામાં જમીન પચાવી પાડવાનો કારસો : ત્રણ વિરૂધ્ધ ફરીયાદ નોંધાઈ

વડીલો પાર્જીત જમીનમાંથી વધુ હિસ્સો લઈ વેચી દેવાયો :  નોટરીએ આધાર પુરાવા જાયા વગર નોટરી કરી આપતા સલવાયા
 
 
 
 
 
 
                             હિંમતનગર તાલુકાના રામસીંગપુરા ગામે આવેલી વડીલો પાર્જીત જમીનમાંથી વધુ હિસ્સો લેવાના આશયથી ત્રણ જણાએ ભેગા મળી બે વર્ષ અગાઉ ખોટી નોટરી કરી તે જમીન તેમની ન હોવા છતાં વેચી દેતા હોવાનું જાહેર થતાં ત્રણેય જણા વિરૂધ્ધ બુધવારે ત્રણેય જણા વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી. 
આ અંગે રાયસીંગપુરાના કલ્યાણસંહ હિરસિંહ ચૌહાણે નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ બે વર્ષ અગાઉ તેમને તથા ભીખાજી નારાજી ચૌહાણને વડીલો પાર્જીત જમીન મળી હતી. જેમાંથી ભીખાજી નારાજી ચૌહાણ, સિધ્ધરાજસિંહ ભવાનસિંહ મકવાણાએ આ જમીન પર દાનત બગાડીને બ્લોક / સર્વે નં.૭ર, ૮૪ તથા ૧ર૧ ની જમીનમાંથી વધુ હિસ્સો લેવાના આશયથી કલ્યાણસિંહના કુટુંબના માણસોની બે વર્ષ અગાઉ એટલે કે ગત તા.ર૮/ર/ ર૦૧૭ ના રોજ ચૌહાણ પ્રતાપજી કાહ્યાજી તથા નાથીબેન અમરાજી ચૌહાણના ખોટા અંગુઠા કરી દીધા હતા.
ત્યારબાદ તા.ર૭/૪/ ર૦૧૮ ના રોજ તેઓ નોટરીના કામ કરતા રફીક એ ઢાપા પાસે જઈને ખોટી નોટરી કરાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી લેન્ડ રેકોર્ડની કચેરીમાં રજુ કરી ભાગદારીવાળા બ્લોક સર્વે નં.૧૦૬ તથા ૭ર ઉપરાંત બ્લોક સર્વે નં.૮૪ અને ૧ર૧ ની જમીનમાં તેમના નામ દાખલ કરાવી દીધા હતા.
એટલુ જ નહી પણ ભીખાજી ચૌહાણ તથા સિધ્ધરાજસિંહ મકવાણાએ બ્લોક સર્વે નં.૭ર તથા ૮૪ વાળી જમીન વેચી દીધી હતી. આ જમીન વેચી દેવાના કારસોમાં નોટરી રફીક ઢાપાએ સંમતિ આપનાર માણસો હયાત ન હોવા છતાં તથા અન્ય બે જણાનું મરણ થયું હોવા છતાં કોઈપણ પ્રકારના આધાર પુરાવા જાયા વગર ખોટી રીતે નોટરી બનાવી દીધી હતી.જે અંગે કલ્યાણસિંહ ચૌહાણને ખબર પડતા તેમણે ત્રણેય જણા વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.