છાપીની રત્નમ સોસાયટીમાં ધોળાદિવસે તસ્કરો ત્રાટકયા ઃ ૨.૮૬ લાખની મત્તા ઉઠાવી ગયા

રખેવાળ ન્યુઝ છાપી : વડગામ તાલુકાના છાપી ખાતે ગત શનિવારે ધોળે દિવસે મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી કબાટમાં પડેલ સોનાના દાગીના સહિત રોકડા રૂ.૨૪૦૦૦ ઉઠાવી તસ્કરો પલાયન થઈ જતાં છાપી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ છાપી - બાવલચુડી રોડ ઉપર આવેલી રત્નમ સોસાયટીમાં ધનરાજભાઈ વિરજીભાઈ ચૌધરીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાનમાં રહેતું દંપતી શનિવાર બપોરે કામ અર્થે બહાર ગયુ હતું. તે દરમીયાન કોઈ અજાણ્યા ઈસમોએ ધોળા દિવસે મકાનનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી શો કેસનું કબાટ તોડી અંદર પડેલ રોકડ ૨૪૦૦૦ સહિત સોનાની બંગડીઓ નંગ ચાર, સોનાનું મંગળસૂત્ર નંગ ૧ અને ડાયમંડનું પેન્ડલ નંગ ૧ મળી કુલ રૂ. ૨,૮૬,૦૦૦ ની ચોરી કરી અજાણ્યા તસ્કરો પલાયન થઈ જતા છાપી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.ચોરીના પગલે ગલબીબેન ધનરાજભાઈ પટેલે મંગળવારે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એલ.પી.રાણાએ સઘન તપાસ હાથ ધરી ડોગ સ્કોર્ડની મદદથી ચોરીનું પગેરું મેળવવા ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.