02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / ટ્રેનની સામે પડેલા યુવાનનું માથુ એન્જિન સાથે અથડાતાં જુદું પડી ગયું

ટ્રેનની સામે પડેલા યુવાનનું માથુ એન્જિન સાથે અથડાતાં જુદું પડી ગયું   23/01/2019

 
 
 
 
 
 
                              સોમવારે ધિણોજ-મહેસાણા વચ્ચેથી પસાર થઇ રહેલી ડેમુ ટ્રેનની સામે અજાણ્યા યુવાને મોતની છલાંગ લગાવી હતી. ટ્રેનના એન્જિન સાથે માથું અથડાતાં યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મહેસાણા રેલવે પોલીસે આ સંબંધે કાર્યવાહી હાથ ધરી છે. 
મહેસાણા- ધિણોજ વચ્ચે સોમવારે બપોરે ૩ વાગ્યે પાટણથી સાબરમતી તરફ જઇ રહેલી ડેમુ ટ્રેન નજીક આવતાંની સાથે જ અજાણ્યા યુવાને તેની સામે છલાંગ લગાવી હતી. એકાએક બનેલા બનાવને પગલે બ્રેક મારવાના પ્રયાસ છતાં ટ્રેન ઉભી ના રહેતાં એન્જિન સાથે અથડાયેલા યુવાનના માથાના છુંદા નીકળી ગયા હતા. બનાવ સ્થળ નજીક હાજર વ્યક્તિઓના કહેવા મુજબ, ટ્રેન જોતાંની સાથે જ યુવાન ટ્રેક તરફ દોડ્‌યો હતો અને એન્જિન સાથે માથુ અથડાતાં તે શરીરથી અલગ થઇ ગયું હતું. બનાવની જાણ થતાં મહેસાણા રેલવે પોલીસના એએસઆઇ વિનોદભાઇએ લાશને પીએમ માટે મહેસાણા સિવિલમાં મોકલી ઓળખના પ્રયાસ હાથ ધર્યા છે.

Tags :