02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / રાજ્ય સરકાર લોકતંત્રના અવાજને દબાવી રહી છે : ડો. આશાબેન પટેલ

રાજ્ય સરકાર લોકતંત્રના અવાજને દબાવી રહી છે : ડો. આશાબેન પટેલ   19/08/2018

ઉંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે મગફળીના કાંડને લઇ રાજ્ય સરકાર સામે આક્ષેપ કર્યા છે તેઓએ જણાવ્યું છે કે મગફળી કાંડમા આરોપીઓ સામે પગલાં ભરવામાં નિષ્ફળ નીવડેલી રૂપાણી સરકાર નિર્દોષ લોકોને ડરાવવા પોલીસને કતપૂતળી બનાવી લોકતંત્રના અવાજ ને દબાવી રહી છે.
 
લોકશાહીમાં પોતાનો હક માગવાનો દરેકને અધિકાર છે, ત્યારે પાટીદાર સમાજની માંગને લઇ ઍક દિવસના ઉપવાસ માટે બેસવા જઇ રહેલ હાર્દિક પટેલની પોલીસ દ્રારા ધરપકડ કરાવી રૂપાણી સરકારે સાબીત કરી દીધું છે કે તે જનતાને સમજવામાં અને સંતોષવામા નિષ્ફળ નીવડી છે, ત્યારે રૂપાણી સરકાર જો સંસ્કાર અને સિદ્ધાંતોમા માનતી હોય તો સરકારે રાજીનામું આપી દેવું જોઈએ.
 
અંગ્રેજો સામે ગાંધીજીએ પણ ઉપવાસનું હથિયાર ઉગમ્યુ હતુ. ત્યારે પાટીદાર સમાજના હકને અવાજ આપનાર હાર્દિક પટેલે પણ સરકાર સામે ઉપવાસ કરવાની પરવાનગી માંગી હતી, તો સરકારે પોતાની સત્તાનો દુરુપયોગ કરી લોકશાહીમાં ઍક સમાજના અવાજ ને દબાવવા નો જે હિન પ્રયાસ કર્યો છે તે નીંદનીય છે.

Tags :