02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠામાં વાણીજ્ય વેરા કચેરીની મિલી ભગતથી ‘તોડ’ કરીને ગાડીઓ નીકાળાતી હોવાની ચર્ચા

બનાસકાંઠામાં વાણીજ્ય વેરા કચેરીની મિલી ભગતથી ‘તોડ’ કરીને ગાડીઓ નીકાળાતી હોવાની ચર્ચા   11/10/2018

થરાદની વાણીજ્યવેરાની કચેરીએથી લોખંડ અને ટાઇલ્સ ભરીને પસાર થતી ટ્રકોમાંથી ખુદ કચેરીના કર્મચારીઓ દ્રારા જ ટેક્ષ જેટલી જ પેનલ્ટી ચડાવીને તેમાંથી તોડ કરીને એ ટ્રક રેકર્ડ પર બતાવ્યા વગર પસાર કરાવાતી હોવાનું કચેરીના એકદમ નજદીક રહેલા પ્રત્યક્ષદર્શી સુત્રો પાસેથી નામ નહી આપવાની શરતે જાણવા મળ્યું હતું.ભુતકાળમાં ટેક્ષચોરી કરાય તે પહેલાંજ અમદાવાદની ફલાઇગ ટીમ ઉપરાંત પોલીસે વાણીજ્ય વેરા કચેરીની મિલીભગતથી બારોબાર અસંખ્ય ટ્રકો ઝડપી લઇ કાર્યવાહી કરાવી હતી.તેમજ થોડા દિવસ પહેલાં જ જિલ્લાની એલસીબી પોલીસે મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.જે નેટવર્ક ફરી પાછુ ધમધમતું થવા પામ્યું છે.
   
 થરાદ ખાતે વર્ષોનો અનુભવ ધરાવતા એક કર્મચારી દ્રારા સાંચોર હાઇવે પરથી પસાર થતી સિરામિક ટાઇલ્સ ભરેલી તમામ ટ્રકોને એક હોટલ પર ઉભી કરાવવામાં આવે છે.જેની બિલ્ટી મુજબ ચકાસણી કરી વધારાના બોક્ષનો જેટલો ટેક્ષ હોય એટલી જ રકમનો મેમો તૈયાર કરવામાં આવેછે.જોકે ટેક્ષ ગમે તેટલો  ભરવાનો થાય એ મજરે મળે છે પણ પેનલ્ટી મજરે મળતી ન હોઇ (સો ટકા નુકશાન માંથી ) જેટલો નફો થયો તે સાચો તેમ મુનાસિબ સમજી તોડ કરતાં કરતાં માલનો માલિક પણ સહેલાઇથી પચાસ ટકા આપવા તૈયાર થઇ જાય છે.જે ટ્રક સરકારના રેકર્ડ પર દર્શાવવામાં આવતી નથી અને આવક સરકારી બાબુઓના ગજવામાં જાયછે.ચર્ચાઇ રહ્યા પ્રમાણે રોજની ચારથી પાંચ ટ્રકો અટકાવીને અંદાજીત એક લાખની રોકડી ન કરાય તો બાબુઓને ચેન પણ પડતી નથી.જ્યારે સરકારને પણ આવક આપવાની હોવાથી મોટી રકમના મેમો ભરાવવામાં અને નાનાની રોકડી કરીને સરકારને ચુનો લગાવવામાં આવે છે.
     
જોકે આ બાબતથી સરકારી તંત્ર પણ અજાણ હોય એમ પણ નથી કારણકે થરાદની વાણિજ્યવેરા કચેરીના અધિકારીઓ અને ફોલ્ડરોના સુઆયોજીત નેટવર્કથી મોટાપ્રમાણમાં આવી ગાડીઓ સરકારને ટેક્ષની આવકના બદલે ચુનો લગાડીને બેફામ પસાર કરાવવામાં આવતી હોવાની ગંધ આવતાં ભુતકાળમાં અમદાવાદથી વાણિજ્યવેરા કચેરીની ફલાઇંગ ટીમે થરાદની વાણિજ્યવેરા કચેરીથી ટેક્ષ ભર્યા વગર પસાર થતી કે થવાની વેંતમાં રહેલી અનેક ટ્રકો અટકાવીને કાર્યવાહી હાથ ધરાવી હતી.ઉપરાંત થરાદના તત્કાલિન ડીવાએસપી ઊમેશ પટેલને સિરામીક ઊધોગ સ્થાનિક ફોલ્ડરો સાથે સંકળાઇને ટેક્ષચોરી કરાવતા હોવાની માહીતી અગાઉથી મળેલી હોઇ તેમણે વિતેલા દિવસોમાં આવી અનેક ગાડીઓ કચેરીના અધિકારીઓની નજર તળેથી જ પસાર થયેલી ઝડપી લઇ કાર્યવાહી કરાવેલી છે.એજ પ્રકારે વાણિજ્ય વેરા કમિશ્નર દ્વારા પણ જ્યારે પણ થરાદમાં તપાસ હાથ ધરી ત્યારે આવી ગાડીઓ ઝડપી લેવામાં આવી છે. 

Tags :