02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / ક્યા દિગજજ નેતા નું પત્તુ કાપવા જીવા પટેલને ભાજપે પક્ષમાં સમાવ્યા ? જાણો ચોંકાવનારી હકીકત

ક્યા દિગજજ નેતા નું પત્તુ કાપવા જીવા પટેલને ભાજપે પક્ષમાં સમાવ્યા ? જાણો ચોંકાવનારી હકીકત   06/09/2018

હાર્દિક ની ઉપવાસ છાવણી ની મુલાકાતે આવેલ ગુજરાત કૉંગ્રેસ ના પ્રભારી રાજીવ સાતવે આપેલા નિવેદન થી ભાજપમાં ખળ ભળાટ મચી ગયો છે,સાતવે જીવા પટેલની ભાજપમાં થયેલી એન્ટ્રી ને લઈ કહ્યુ હતુ કે ભાજપે નીતિન પટેલનું પત્તુ કાપવા માટે જીવા પટેલને ભાજ્પ મા લીધા છે.તેમણે ઉમેર્યું હતુ કે કૉંગ્રેસ મુકત ભારત ની વાતો કરતી ભાજ્પ હવે કૉંગ્રેસ યુક્ત બની રહી છે.
 
જો કે લોકસભા 2019ની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે વારાફરતી કોંગ્રેસમાંથી દિગજજ નેતાઓ ભાજપના શરણે આવી રહ્યા છે. હજુ બે મહિના પહેલા જ પૂર્વ કોંગી સાંસદ અને હાલના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કોંગ્રેસ છોડી ભાજપના મંત્રી બન્યા છે. ત્યારે હવે મહેસાણાના પુર્વ સાંસદ જીવાભાઈ પટેલ કોંગ્રેસને અલવિદા કહી ભાજપના શરણે આવ્યા છે. ત્યારે જીવાભાઈ ના ભાજપમાં જોડાવા થી અનેક તર્ક વિતર્ક શરૂ થયાં છે
 
જો કે જીવા ભાઇ પટેલના ભાજપમાં જોડાવા ને લઇ મહેસાણા સહિત રાજય ના રાજકારણ માં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.એક બાજુ ભાજ્પ પાસે મહેસાણા લોક સભા લડવા માટે હવે કોઈ સક્ષમ નેતા ન હતા, ત્યારે જીવા પટેલના ભાજપમાં જોડાવા થી એવી અટકળો ચાલી રહી છે કે કદાચ ભાજ્પ 2019 ની લોક સભા ચૂંટણીમાં મહેસાણા બેઠક પર જીવાભાઈ પટેલને ટિકિટ આપી શકે છે.તો વળી સોશ્યલ મીડિયા મા એવી પણ અટકળો થઈ રહી છે કે ભાજ્પ ને મહેસાણા સીટ માટે હવે ઍક સક્ષમ પાટીદાર નેતા મળતાં નીતિન પટેલ સાઈડ લાઇન થઈ શકે છે !
 
કારણ કે અગાઉ નીતિન પટેલે નાણાં ખાતું મેળવવા ભારે રાજકીય ડ્રામા કર્યો હતો,જેને લઇને ભાજ્પની ટોચની નેતાગીરી નીતિન પટેલ થી નારાજ હોવાનું ચર્ચાતુ હતુ,એટલું જ નહીં ભાજ્પ દ્રારા નીતિન પટેલ ની અવાર નવાર અવ ગણના કરાતી હોવાનું પણ મીડિયામાં ચર્ચાઈ ચૂક્યું છે,ત્યારે હવે જીવા પટેલ ની ભાજ્પ મા એન્ટ્રી થી નીતિન પટેલ નું કદ ભાજ્પ મા ઘટી શકે છે,એવી દહેશત સોશ્યલ મીડિયામાં વ્યકત થઈ રહી છે,ત્યારે હકીકત તો હવે સમય જ બતાવશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, 2004 માં નીતિન પટેલ જીવાભાઈ પટેલ સામે મહેસાણા લોકસભા બેઠક હાર્યા હતા. જ્યારે 2017 માં એ જ નીતિન પટેલે જીવાભાઇ પટેલ ને મહેસાણા બેઠક પરથી ચૂંટણીમાં લોક સભાની સીટ પર હરાવ્યા હતાં, ત્યારે BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતમાં ભાજપ કાર્યાલયમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલે સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી હતી.

Tags :