02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / ૭૨ મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાના કાર્યક્રમની વડનગર ખાતે ભવ્ય ઉજવણી કરાઇ

૭૨ મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાના કાર્યક્રમની વડનગર ખાતે ભવ્ય ઉજવણી કરાઇ   16/08/2018

૭૨ મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાના કાર્યક્રમની
                                  વડનગર ખાતે ભવ્ય ઉજવણી કરાઇ
વડનગર તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખ  ચેક આપ્યો                                        
 
ગુજરાત દેશનુ શિરમોર વિકસિત રાજ્ય બની અન્ય રાજ્યો માટે વિકાસનું પ્રેરણાસ્ત્રોત
- ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ
મહેસાણા
   ૭૨ મા સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી વડનગર ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે ધ્વજ વંદન અને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું હતું. 
 આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે  જણાવ્યું હતું કે  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના માદરે વતનમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી થઇ રહી છે.સમગ્ર દેશ વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્બભાઇ મોદીના નેતૃત્વમાં દેશ સુખ,શાંતિ અને સલામતીનો અનુંભવ કરી રહ્યો .આજના રાષ્ટ્રીય પર્વે દેશની પ્રગતિ,શાંતિ,સલામતી અને સમૃધ્ધી માટે આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવો જોઇએ.આજના પાવન પર્વે અખંડ ભારતની કલ્પના સાથે દેશનો તેજ ગતિએ વિકાસ થઇ રહ્યો છે. 
 ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે  પ્રધાનમંત્રીશ્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ થકી રાજ્યમાં વિશ્વની સૌથી  ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ કરાઇ રહી છે. રાષ્ટ્રનો  વિકાસ રાજ્યના વિકાસ એવી ભાવનાથી ગુજરાતનો વિકાસ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં થઇ રહ્યો છે.ગુજરાત આજે દેશનું શિરમોર વિકસિત રાજ્ય બની અન્ય રાજ્યો માટે વિકાસનું પ્રેરણાસ્ત્રોત બન્યુ છે.

Tags :