સુઈગામ તાલુકા પંચાયતમાં ફરી શૌચાલયનું ભુત ધુણ્યું

વાવ :  સુઈગામ તા.પંચાયતમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગેરરીતીઓ થતાં તત્કાલીન ટી.ડી.ઓ. ઉપલણાએ તેના ખોટા કેસોને રદ કરી દીધા બાદ જાન્યુ. - ર૦૧૮ થી ડીસે.-ર૦૧૮ સુધીમાં તત્કાલીન ટી.ડી.ઓ. એ સ્વચ્છ ભારત મિશનના ખોટા કેસોને ફાઈનલ કરી ચુકવણું પણ કરી દીધું હતું. જે સંદર્ભે મીડીયા તંત્રે હલ્લાબોલ કરતાં કસુરવારોમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારબાદ અભિયાનમાં ચાલતી ગેરરીતીઓના મુદ્દે સુઈગામ તાલુકાના જાગૃત નાગરીકોએ જિલ્લા કક્ષાએ તેમજ ઉચ્ચસ્તરે રજુઆતો કરી જણાવ્યું હતું. કે, સુઈગામના તત્કાલીન ટી.ડી.ઓ. ઉપલાણાએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલયના કામોમાં ગેરરીતીઓ જણાતા તમામ કેસોને રદ્દ બાતલ કરી દીધા હતા. એજ કેસોનો ફરી પાછા ભાભરના મદદનીશ ટી.ડી.ઓ. અને સુઈગામના ઈન્ચાર્જ ટી.ડી.ઓ. એ જાન્યુ - ર૦૧૮ થી ડીસે-ર૦૧૮ સુધીમાં કોન્ટ્રાક્ટરો જાડે સાંઠગાંઠ કરી મંજુર કરી દેતા જીલ્લાકક્ષાએથી ડી.આર.ડી. વિભાગે તપાસનો દોર આરંભતા તત્કાલીન ટી.ડી.ઓ, સિ.કલાર્ક, બ્લોક કોર્ડીનેટર, ટેકનીકલ તથા તેમા સામેલ તમામ કસુરવારોમાં હડકંપ મચી જવા પામ્યો છે શોચાલયના મુદ્દે છેલ્લા ૧૦ દિવસથી સુઈગામ તાલુકામાં ડી.આર.ડી.બ.કાં. દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.