વાસણા(જ)માં જુથ અથડામણથી તંગદિલી ઃ૨૦ સામે ફરિયાદ

પાલનપુર તાલુકાના વાસણા (જ) ગામે દૂધ મંડળીમાં દુધ ભરાવવાની સામાન્ય તકરારને પગલે મામલો બીચકતા બે જુથો વચ્ચે અથડામણ થવા પામી હતી. જેના પગલે ગામમાં ભારે અફરા- તફરી મચી જવા પામી હતી. આ અંગે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે બંન્ને પક્ષના વીસ શખ્સો સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર તાલુકાના વાસણા (જ) ગામની મંડળીમાં દૂધ ભરાવવાની સામાન્ય બોલાચાલીની અદાવત રાખી તેજાજી હેદુજી પરમાર (રાજપૂત) ઉપર ગામના જ કલ્પેશભાઇ ધનરાજભાઇ ચૌધરી, દિનેશભાઇ શામળભાઇ ચૌધરી, પિયુષભાઇ લક્ષ્મણભાઇ ચૌધરી, નરેશભાઇ વાલજીભાઇ ચૌધરી, દિનેશભાઇ વાલજીભાઇ ચૌધરી, ભરતભાઇ કાનજીભાઇ ચૌધરી, વિપુલભાઇ ધનરાજભાઇ ચૌધરી, વિશાલભાઇ ડોહજીભાઇ ચૌધરી અને રમેશભાઇ પ્રેમજીભાઇ ચૌધરીએ લોખંડની પાઇપો, ગડદાપાટુનો માર મારી હૂમલો કર્યો હતો. જેમાં તેજાજી તેમજ ગુલાબસિંહ સહિતને ઇજાઓ થવા પામી હતી. 
આ અંગે તેજાજીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ડોહજીભાઇ લાલજીભાઇ ભટોળે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, ગુલાબસિંહ તેજાજી પરમાર, યશવંતસિંહ જેમલસિંહ પરમાર, અર્જુનસિંહ રણજીતસિંહ સોલંકી, કિશનસિંહ રતનસિંહ સોલંકી, ભુપતસિંહ અમરસિંહ પરમાર, તેજાજી હેદુજી પરમાર, સંદિપસિંહ પ્રવિણસિંહ બોડાણા, વિજયસિંહ જશવંતસિંહ રાજપૂત, અર્જુનસિંહ કેશરસિંહ રાજપૂત, વિપુલસિંહ બળવંતસિંહ રાજપૂત અને પ્રદિપસિંહ પ્રવિણસિંહ પરમારે દૂધ ભરાવવાની તકરારની અદાવત રાખી વિશાલ સહિતના વ્યકિતઓ ઉપર લાકડી, ધોકા, ગડદાપાટુનો માર મારી ઇજાઓ કરી હતી. આ અંગે બંને પક્ષની ફરિયાદના આધારે પોલીસે ગૂનો નોંધી તાલુકા પ્રો. પીએસઆઇ એ. આર. ચૌધરી વધુ તપાસ ચલાવી ચલાવી 
રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.