કાંકરેજના અરણીવાડા ગામની ઘટના, દલિત યુવાનને ઝાડ સાથે બાંધી માર મારતાનો વિડિઓ વાયરલ

કાંકરેજ તાલુકના અરણીવાડા ગામે દલિત યુવાનને ઝાડ સાથે બાંધી માર મારતાનો વિડિઓ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. જેમાં યુવાનને ઝાડ સાથે બાંધી 15 હજાર લૂંટી લીધાનો આક્ષેપ ઉઠવા પામ્યો છે. જાણવા મળ્યા મુજબ આંગણવાડીમાં દેશી દારૂના વેચાણ બાબતે તકરાર થઇ હતી. જેથી ભઇલુજી નામના ઠાકોર યુવાને ગડદા પાટુનો માર માર્યો હતો. આ અંગે ભોગ બનનાર યુવાને શિહોરી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.