શામળાજી પોલીસે ગાંધીનગરના ભાટ ગામના બુટલેગરે મંગાવેલો રૂ.૧૩.૫૧ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો : બે શખ્સની અટકાયત

 
 
 
                        ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે બુટલેગરો દારૂબંધીના લીરેલીરા ઉડાડી વિદેશી દારૂના શોખીનોને દારૂ પૂરો પાડી કરોડો રૂપિયા ઉલેચી રહ્યા છે શામળાજી પોલીસે ગાંધીનગરના ભાટ ગામના ધર્મેન્દ્ર શિવનારાયણ ગુપ્તા નામના બુટલેગરે ટ્રકમાં મંગાવેલ રૂ.૧૩૫૧૨૦૦/- નો વિદેશી દારૂ ઝડપી પાડી ટ્રક ચાલક અને ક્લિનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી 
 શામળાજી પીએસઆઈ એમ.પી.ચૌહાણ અને તેમની ટીમે વેણપુર ગામની સીમમાં રતનપુર આરટીઓ ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા રાજસ્થાન તરફથી આવતા ટ્રકની ઝડપ શંકાસ્પદ જણાતા ટ્રક (ગાડી.નં-ય્ત્ન ૦૮ ઉ ૦૪૩૯ ) ને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી મહારાષ્ટ્ર એચ.એસ.સી બોર્ડની સપ્લીમેન્ટરી ભરેલ કાર્ટૂન નંગ-૮૫૦ ની આડમાં સંતાડીને ગેરકાયદેસર વગર પાસ પરમીટ ની વિદેશી દારૂની બોટલ નંગ-૫૯૭૬ કિં.રૂ. ૧૩૫૧૨૦૦/- નો જથ્થો જપ્ત કરી ૧) માતાદીન ખુબચંદ શ્રીબાસ અને ૨) ચેનું ખુબચંદ શ્રીબાસ ( બંને રહે, પઠાનપુરા, ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરી,આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નંગ-૩ કિં.રૂ.૩૦૦૦/-  તથા તાડપાત્રી કિં.રૂ.૧૦૦૦/- અને ટ્રકની કિં.રૂ.૧૦૦૦૦૦૦/- મળી કુલ.રૂ.૨૩૫૫૨૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી વિદેશી દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્શ અને વિદેશી દારૂ મંગાવનાર ધર્મેન્દ્ર શિવનારાયણ ગુપ્તા (રહે મુખ્યબજાર,ભાટ-ગાંધીનગર) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.