પ્રેમ પ્રકરણ અને નોકરીની લાલચમાં માના ઘરેણા, 4 લાખ રૂ. અને ઇજ્જત ખોઈ બેઠી સબ-ઇન્સ્પેક્ટરની દીકરી

ભોપાલ: નેશનલ લૉ ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટી (એનએલઆઇયુ)ના વિદ્યાર્થી પર સબ-ઇન્સ્પેક્ટરની દીકરીને બ્લેકમેલ કરીને 4 લાખ રૂપિયા વસૂલવાનો અને ડરાવી-ધમકાવીને રેપ કરવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરીને તેની સાથે છેતરપિંડી કરવાના આરોપમાં આરોપીનો ભાઈ અને 4 દોસ્તો પણ સામેલ હતા. આરોપીઓએ રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપીને વિદ્યાર્થિનીની માતાના ઘરેણા સુદ્ધાં લઈ લીધા. ઘટના આ વર્ષે જાન્યુઆરીથી 30 જુલાઈ દરમિયાન બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ફરિયાદના આધારે તપાસ કરીને બાગસેવનિયા પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ રેપ, બ્લેકમેઇલિંગ, છેતરપિંડી અને જીવથી મારી નાખવાની ધમકી આપવાનો મામલો નોંધ્યો છે.

ટીઆઇ ઉમરાવસિંહના જણાવ્યા પ્રમાણે, અમરાઈ નિવાસી 20 વર્ષીય વિદ્યાર્થિની એક ખાનગી કોલેજમાં ભણે છે. તેના પિતા ભોપાલ પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર છે. એક મિશનરી સ્કૂલમાં ભણવા દરમિયાન વિદ્યાર્થિનીની સાકેતનગરમાં રહેતા પ્રશાંત દાહિયા, પ્રતીક દાહિયા, સૌરભ રઘુવંશી અને નીતિન રઘુવંશી સાથે દોસ્તી થઈ હતી.

 

એનએલઆઇયુમાં ભણતા પ્રશાંત સાથે વિદ્યાર્થિનીની વાતચીત થતી રહેતી હતી. જ્યાકે તે પ્રશાંતને ફોન કરતી તો પ્રતીક વાત કરતો હતો. તે એવું કહેતો હતો કે તેની તબિયત ખરાબ રહે છે, એટલે તે વાત કરે છે.

વિદ્યાર્થિનીની પ્રતીક સાથે દોસ્તી વધી ગઈ હતી. પ્રતીકે વિદ્યાર્થિનીના કેટલાક ફોટો મોબાઈલ ફોનમાં લઇ લીધા. પ્રતીક બ્લેકમેઇલ કરવા લાગ્યો કે ફોટો ઘરે મોકલી દેશે. તેણે વિદ્યાર્થિની પાસેથી 40 હજાર રૂપિયા લીધા. માર્ચમાં તેણે કહ્યું કે પ્રશાંતની તબિયત વધુ ખરાબ છે. તેના ઇલાજ માટે રૂપિયા જોઇએ છે.

વિદ્યાર્થિનીએ જણાવ્યું, તેની પાસે રૂપિયા ન હતા તો પ્રતીકે ઘરેણાની માંગ કરી. પ્રશાંતના દોસ્ત પૃથ્વી શર્માને વિદ્યાર્થિનીએ સોનાની એક વીંટી આપી દીધી. ત્યારબાદ પ્રતીક અને પ્રશાંતના કહેવા પર પૃથ્વી, નીતિન અને સૌરભે બ્લેકમેલ કરીને વિદ્યાર્થિની પાસેથી સોનાની બે ચેઇન, બે વીંટી અને જોડી બુટ્ટીઓ પડાવી લીધી.

જૂનમાં રેલવેમાં બહાર પડેલી ભરતી માટે વિદ્યાર્થિનીએ અરજી કરી હતી. તેની જાણકારી પ્રતીક, પ્રશાંત, નીતિન, પૃથ્વીને હતી. આરોપીઓએ જણાવ્યું કે, સૌરભના પિતા રેલવેમાં અધિકારી છે, તેઓ જોબ અપાવવામાં મદદ કરી શકે છે. નોકરી માટે 2 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. આરોપીઓએ બહાનું બનાવીને વિદ્યાર્થિની પાસેથી બે લાખ રૂપિયા પણ વસૂલી લીધા.

વિદ્યાર્થિનીએ જ્યારે રકમ પાછી માંગી, તો 30 જુલાઈના રોજ પ્રતીક તેને અયોધ્યા બાયપાસ પર આવેલા એક ઢાબા પર લઈ ગયો. જ્યાં તેની સાથે રેપ કર્યો. જ્યારે વિદ્યાર્થિનીની નોકરી ન લાગી અને પૈસા ન મળ્યા તો તેણે આ વાતની ફરિયાદ એમપી સાઉથ રાહુલકુમાર લોઢાને કરી. તપાસ પછી બાગસેવનિયા પોલીસે પ્રતીક વિરુદ્ધ રેપ, તેના ભાઈ પ્રશાંત, દોસ્ત નીતિન, સૌરભ, પૃથ્વી શર્મા વિરુદ્ધ છેતરપિંડી, બ્લેકમેઇલિંગ અને મારી નાખવાની ધમકી આપવાનો મામલો નોંધી લીધો છે. પોલીસે પ્રતીકની ધરપકડ કરી લીધી છે. બાકીના આરોપીઓની શોધ ચાલુ છે. પ્રતીક પહેલા પણ ચોરી અને એક અન્ય મામલે આરોપી રહી ચૂક્યો છે. તેના પિતા પ્રમોદ વિરુદ્ધ પણ ચેક બાઉન્સનો એક મામલો બાગસેવનિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.