ડસ્ટર કારમાં આગ લાગતા આગમાં કાર સ્વાહા, ૫ લોકોનો આબાદ બચાવ

ભિલોડા: સોમવારે રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે,અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર હિંમતનગર થી રાજસ્થાન તરફ જઈ રહેલ ડસ્ટર કારમાં શામળાજી નજીક અગમ્ય કારણોસર આગ લાગતા કારમાં સવાર ૫ લોકો રોડ પર ડસ્ટર ગાડી ઉભી રાખી સમય સુચકતા વાપરી ઉતરી જતા આબાદ બચાવ થયો હતો થોડીક જ મિનિટમાં ડસ્ટર કાર આગમાં ખાખ થઈ હતી સતત વાહનો થી ધમધમતા હાઇવે પર કારમાં આગ લાગતા ભારે અફરા તફરી મચી હતી આગ લાગતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા દોડી આવેલી શામળાજી પોલીસે ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.