02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / કાંકરેજની કંબોઇ શાળામાં બાળકો પાસે મજૂરોની જેમ લાકડાં ભરાવતા વાલીઓ રોષે ભરાયા

કાંકરેજની કંબોઇ શાળામાં બાળકો પાસે મજૂરોની જેમ લાકડાં ભરાવતા વાલીઓ રોષે ભરાયા   21/09/2019

કાંકરેજની કંબોઇ અદાણી પાટી પ્રાથમિક શાળામાં ગઈકાલે બપોરે વૃક્ષોના ડાળા ટ્રેક્ટરમાં ભરાતા હતા. શાળાના બાળકો પાસે મજૂરોની જેમ આ કામગીરી કરાતી જોઇ વાલીઓ અત્યંત રોષે ભરાઇ શિક્ષકો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ દરમ્યાન ગાળાગાળી થતાં મામલો ગામલોકોને ખબર પડતાં ચકચાર મચી ગઇ છે. 
 
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની કંબોઇ અદાણી પાટી પ્રાથમિક શાળામાં બાળકોને મજૂરી કરાવ્યાનો વિડીયો સામે આવ્યો છે. શાળા દ્વારા વૃક્ષોનો અગમ્ય કારણોસર નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં કટિંગ કરેલા લાકડાં બાળકો દ્વારા ટ્રેક્ટરમાં ભરાવ્યા હતા. આ દરમ્યાન બાળકોના વાલીઓ ત્યાંથી પસાર થતાં જોઇ ગયા હતા. જેથી પહેલાં તો બાળકોને તતડાવી ભણવા મોકલ્યા છે કે મજૂરી કરવા તેવા સવાલો કર્યા હતા. આ પછી કોણે આવું કામ સોંપ્યું તેવું પૂછી શિક્ષકો અને આચાર્ય ઉપર રોષે ભરાયા હતા.
 
 કાંકરેજ તાલુકાની કંબોઇ અદાણી પાટી પ્રાથમિક શાળામાં બાળકોને મજૂરી કરાવ્યાનો વિડીયો સામે આવ્યો છે. શાળા દ્વારા વૃક્ષોનો અગમ્ય કારણોસર નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં કટિંગ કરેલા લાકડાં બાળકો દ્વારા ટ્રેક્ટરમાં ભરાવ્યા હતા. આ દરમ્યાન બાળકોના વાલીઓ ત્યાંથી પસાર થતાં જોઇ ગયા હતા. જેથી પહેલાં તો બાળકોને તતડાવી ભણવા મોકલ્યા છે કે મજૂરી કરવા તેવા સવાલો કર્યા હતા. આ પછી કોણે આવું કામ સોંપ્યું તેવું પૂછી શિક્ષકો અને આચાર્ય ઉપર લાલઘૂમ બન્યા હતા.આખા રાજ્યમાં અત્યારે વૃક્ષ વાવેતર પૂરજોશમાં ચાલુ છે. આ સાથે એક બાળક એક વૃક્ષ અભિયાન પણ છે. આવી સ્થિતિમાં કંબોઈ ગામની શાળા દ્વારા લીલા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. શાળાને બાળ મજૂરી સાથે સાથે વૃક્ષ કટિંગમાં પણ ખુલાસો કરવાની નોબત આવી છે.

Tags :