02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / PSIએ નશાની હાલતમાં કાર ટેમ્પોમાં ભડકાયી દેતા સર્જાયો અકસ્માત, ગાડીમાંથી 99 બોટલો મળી આવી

PSIએ નશાની હાલતમાં કાર ટેમ્પોમાં ભડકાયી દેતા સર્જાયો અકસ્માત, ગાડીમાંથી 99 બોટલો મળી આવી   11/03/2019

વડોદરા: દેણા ચોકડી પાસે શનિવારે મોડી સાંજે ગાંધીનગર આઈબીના પીએસઆઈએ નશાની હાલતમાં ગાડી ચલાવી આઈશર સાથે અકસ્માત સર્જયો હતો. અકસ્માતનો મેસેજ મળતા ઘટના સ્થળ પર દોડી આવેલી હરણી પોલીસે ગાડીમાં તપાસ કરતા રૂ.49,500ની દારૂની અલગ અલગ બ્રાંન્ડની 99 બોટલો મળી આવી હતી. 
 
હરણી પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એમ. રાણાએ જણાવ્યું કે, પીએસઆઈ કૌશીકભાઈ દધાણીયા ગાંધીનગર આઈબીમાં ફરજ બજાવે છે. શનિવારે પીએસઆઈ  મારૂતી ઝેન કાર લઈને દમણ થી ગાંધીનગર જવા નિકળ્યાં હતાં. સાંજે 7 વાગ્યાની આસપાસ પીએસઆઈએ દેણા ચોકડી પાસે પુરઝડપે કાર ચલાવીને આગળ જતી આઈસર સાથે અકસ્માત સર્જ્યો હતો. જેમાં પીએસઆઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોચી હતી. અકસ્માતનો મેસેજ મળતા જ હરણી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની 99 બોટલ કિંમત રૂ.49,500ની મળી આવી હતી. તપાસમાં પીએસઆઈ દમણથી દારૂ લાવ્યા હોવા ઉપરાંત પોતે દારૂના નશામાં કાર હંકારી રહ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે પીએસઆઈને એસએસજીમાં સારવાર માટે મોકલી આપી ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી.

Tags :