નવપરિણીત વધુએ વરને હેલ્મેટ આપી રોડ સલામતીનું ઉદાહરણ 

ડીસા ખાતે પ્રજાપતિ સમાજનાં સમૂહ લગ્નમાં કાશ્મીરી હુમલા સહીદ જવાનોને ૨ મિનીટનું મોંન પાળી શ્રધાંજલિ અર્પણ કરી હતી.
 
આજે ડીસાનાં ટી.સી.ડી.ગ્રાઉન્ડના મેદાન ખાતે શ્રી ડીસા ગુર્જર કચ્છ પ્રજાપતિ સમાજ દ્વારા પ્રથમ સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં ૭ નવદંપતીઓ લગ્નગ્રંથીએ જોડાયા હતા.જેમાં સમાજના અગ્રણી સહીત સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી નવદંપતી મંગળ આશિસ પાઠવ્યા હતા. 
 
જયારે આ પ્રસંગમાં એક નવું ઉદાહરણ સમાજને પૂરું પડ્યા હતું જેમાં લગ્નનાં માંડવામાં જ સાત ફેર ફર્યા બાદ નવવિવાહિત વધુએ તેના પતિની સલામતી માટે જયારે તે રોડ પર મોટરસાયકલ પર સવારી કરે ત્યારે તેઓ હેલ્મેટનો ઉપયોગ કરે તે હેતુથી લગ્ન મંડપમાં જ વધુએ વરને હેલ્મેટ આપી એક રોડ પર સલામત સવારી કરવાનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.જેને લઈને સમગ્ર પંથકમાં દંપતીનાં આ નવા પ્રયાસની પ્રશંસાઓ કરી હતી.
 
જયારે ગઈકાલે કાશ્મીરમાં થયેલ હુમલામાં શહીદોને શ્રધાંજલિ માટે સમગ્ર મંડપમાં ઉપસ્થિત સમાજના લોકોએ ૨ મિનીટનું મોંન ધારણ કરી સહીદ વીરોને શ્રધાંજલિ અર્પણ કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.