જળસમાધિ કાર્યક્રમમાં ન જવા મને 50 લાખની ઓફર થઈ: હાર્દિક પટેલ

ભાદર નદીમાં ઠાલવવામાં આવતા દુષિત પાણી મામલે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા આજે જળસમાધિ લે તે પહેલા જ તેમની અને હાર્દિક પટેલની અટકાયત કરી લેવામાં આવી હતી. અટકાયત બાદ હાર્દિક પટેલે સરકાર પર અનેક આક્ષેપ લગાવ્યો હતો. હાર્દિક પટેલે કહ્યું કે, આ કાર્યક્રમ ન કરવા માટે મને રૂ. 50 લાખની ઓફર થઈ હતી.
 
હાર્દિકે કહ્યું કે, મને અને લલિતભાઈને આંદોલન ન કરવા ઓફર કરાઈ હતી. સરકાર પોલીસને આગળ ધરી આંદોલન દબાવવાના પ્રયાસ કરી રહી છે. જો આમને આમ ચાલ્યું તો લોકોનો રોષ સરકારનો ભોગ લઈ શકે છે. હું ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી રહ્યો છું, છતાં મને રોકવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના લોકોને પીવાના પાણી અને ખેતીના પાણીની સમસ્યા સતાવી રહી છે. આવનારી પેઢી બરબાદ થશે. ગામડાઓ દિવસેને દિવસે ખાલી થઈ રહ્યો છે. આજે જ્યારે હું એક જનપ્રતિનિધિ બની લોકોના પ્રશ્નને વાચા આપી રહ્યો છું ત્યારે મને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લોકોના પ્રશ્નનોને રાજકારણ સાથે ન જોડવું જોઈએ.
 
હાર્દિક પટેલે રાજ્યમાં રહેલી સરકાર ખેડૂતોની નહીં, ઉદ્યોગપતિઓની હોવાનું જણાવ્યું છે. પાક વીમો, ટેકાના ભાવ અંગે ખેડૂતો દુ:ખી હોવાનું હાર્દિકે જણાવ્યું હતું. આજે સરકાર કેટલી હદ સુધી જઈ શકે છે, તેનું ઉદાહરણ અમે જોયું. મને જળસમાધિ કાર્યક્રમ ન કરવા 50 લાખ રૂપિયાની ઓફર થઈ હતી
 
હાર્દિકે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, જળસમાધિનો કાર્યક્રમ ન કરવા લલિતભાઇ અને મને પૈસાની ઓફર કરવામાં આવી હતી. જેમાં મને 50 લાખ અને લલિતભાઇને 1 કરોડ રૂપિયાની ઓફર થઇ હતી. આ ઓફર અહીંના મિલ માલિકો અને ભાજપના મળતીયાઓ દ્વારા કરવામાં આવી હતી. 25 ઓગસ્ટના કાર્યક્રમને રોકવા અત્યારથી સરકાર દ્વારા મારી અટકાયત કરી લેવામાં આવી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.