02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ગર્ભપરીક્ષણનો ગોરખધંધો : પોલીસે રંગે હાથે હોમિયોપેથી મહિલા તબીબને ગર્ભપાતની પ્રક્રિયામાં પકડતા ગર્ભ ગટરમાં વહાવી દીધું

ગર્ભપરીક્ષણનો ગોરખધંધો : પોલીસે રંગે હાથે હોમિયોપેથી મહિલા તબીબને ગર્ભપાતની પ્રક્રિયામાં પકડતા ગર્ભ ગટરમાં વહાવી દીધું   03/04/2019

રાજકોટ: કોઠારિયા રોડ પરના હુડકો ક્વાર્ટર્સમાં આવેલા ફોરમ ક્લિનિકમાં મંગળવારે સાંજે પોલીસ ખાબકી ત્યારે હોમિયોપેથી મહિલા ડોક્ટર ગર્ભપાત કરાવી રહી હતી. પોલીસને જોતા જ મહિલા તબીબે ભ્રૂણ ફ્લશ કરી ગટરમાં વહાવી દીધું હતું. પોલીસે મહિલા તબીબની ધરપકડ કરી ક્લિનિકમાંથી ગર્ભ પરીક્ષણના સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
 
હુડકો ક્વાર્ટર્સ નં.બી-383માં આવેલા ફોરમ ક્લિનિકમાં ડો.હીના પટેલ ગેરકાયદે ગર્ભપરીક્ષણ કરતી હોવાની હકીકત મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ.ગઢવી સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. મંગળવારે સાંજે 7.30 વાગ્યે મહિલા કોન્સ્ટેબલ ડમી દર્દી બનીને ક્લિનિકે પહોંચ્યા હતા. મહિલા કોન્સ્ટેબલે પોતે ગર્ભવતી હોવાનું અને ગર્ભપરીક્ષણ કરાવવાનું કહેતા ડો.હીના પી.પટેલે રૂ.30 હજારનો ચાર્જ કહ્યો હતો. મહિલા કોન્સ્ટેબલ સાથે વાર્તાલાપની સાથો સાથ ડો.હીના પટેલ એક સગર્ભાનો ગર્ભપાત પણ કરી રહી હતી.
 
ડો.હીના પટેલ ગર્ભપાત કરી રહ્યાની મહિલા કોન્સ્ટેબલે જાણ કરતાં જ પીઆઇ ગઢવી સહિતનો કાફલો ક્લિનિકમાં ધસી ગયો હતો. પોલીસને જોતા જ ડો.હીના પટેલે બાથરૂમમાં ફ્લશ કરી ભ્રૂણ ગટરમાં વહાવી દીધું હતું. પોલીસે પૂછપરછ કરતા ડો.હીનાએ એક તબક્કે તો ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત કરવા અંગે ઇનકાર કર્યો હતો, પરંતુ તેની પાસે દર્દીના સ્વાંગમાં બેઠેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલ હોવાનું સ્પષ્ટ થતાં જ ડો.હીના પટેલ ભાંગી પડી હતી.
 
પોલીસે ક્લિનિકના રૂમ ચેક કરતાં ત્યાંથી આઇપેડ, વાયરલેસ અલ્ટ્રાસાઉન્ડ પ્રોબ અને અલ્ટ્રા સાઉન્ડ જેલ મળી આવ્યા હતા. ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત થતું હોવા અંગેની જાણ થતાં મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો.હિરેન વિસાણી અને તેની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ડો.વિસાણીની ફરિયાદ પરથી ડો.હીના પટેલ સામે ગર્ભપરીક્ષણ, ગર્ભપાત અને ગેરકાયદે સોનોગ્રાફી મશીન રાખવા સબબનો ગુનો નોંધી ડો.હીનાની ધરપકડ કરી હતી. ડો.હીના એ ડિપ્લોમા હોમિયોપેથીનો અભ્યાસ કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

Tags :