મોડાસાના મેઘરજ રોડ ફોરલેન બનાવનાર કોન્ટ્રાક્ટરની સતત બેદરકારી થી પાણીની પાઈપલાઈનમાં ત્રીજી વાર ભંગાણ : હજ્જારો લીટર પાણીનો વેડફાટ

ઉનાળાનો મધ્યાહને તપી રહ્યો છે મોડાસા નગરપાલિકા તંત્ર માઝુમ જળાશયમાં પાણીનો પર્યાપ્ત જથ્થો હોવાછતાં ચોમાસાના આગમનમાં વિલંબ થાય તો પાણીની તંગી નગરજનોને ન પડે તેમાટે આગોતરા આયોજનના ભાગરૂપે એકાંતરે પાણીનો જથ્થો શહેરીજનોને નગરપાલિકા પૂરો પાડી રહી છે બીજીબાજુ મોડાસા ચાર રસ્તા થી મેઘરજ બાયપાસ ચોકડી સુધી ફોરલેન બનાવવા કામગીરી હાથધરી છે ફોરલેન બનાવવનાર કોન્ટ્રાકટરની ઘોર બેદરકારીના પગલે શહેરીજનોને પુરા પાડતી પીવાના પાણીની પાઈપલાઈનમાં જેસીબી મશીન થી ત્રીજી વાર ભંગાણ સર્જાતા પાણીના ફુવારા ઉડતા ભાર ઉનાળે અષાઢી માહોલનું સર્જન થયું હતું હજ્જારો લીટર પાણીનો વેડફાટ થતો નગરજનોમાં આક્રોશ ફેલાયો હતો.
 
મોડાસાના મેઘરજ રોડ વિસ્તારમાં વિકાસના કાર્યો તો ચાલી રહ્યા છે વિકાસના કામો પ્રજાજનો અને નગરપાલિકા તંત્ર માટે પણ માથાનો દુખાવો સાબિત થઈ રહ્યા હોય તેવી સતત ઘટનાઓ બની રહી છે મેઘરજ રોડ ફોરલેન બનાવવા પુરજોશમાં કામગીરી ચાલી રહી છે જેમાં કોન્ટ્રાકટરની બેદરકારીના ભોગે હજ્જારો લીટર પાણીનો વેડફાટ થયો હતો વધુ એકવાર રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન ખોદકામ કરતા જેસીબી મશિનથી પીવાના પાણીની પાઇપ લાઇનો તૂટવાની ઘટનાઓ યથાવત જોવા મળી હતી મેઘરજ રોડ પર રસ્તો પહોળો કરવાનું  કામ ચાલી રહ્યું છે ત્યારે ઉમિયા મંદિરની સામેની બાજુએ પાણીની પાઇપલાઇન પર જેસીબી ફરી વળતા પાઇપ લાઇન તૂટી જતાં હજારો લીટર પાણીનો વેડફાય થયો.હતો મહત્વનું છે કે, આ પહેલા પણ ત્રણ વાર પ્રકારની ઘટનાઓ બની ચૂકી છ, તેમ છતાં કોન્ટ્રાક્ટરો બેફામ રીતે જોયા વિના ખોદકામ કરી રહ્યા હોય તેનું લાગી રહ્યું છે. જો કે સવાલ એ થાય છે કે, વારંવાર આ પ્રકારની ઘટનાઓ કેમ બની રહી છે. શું કોન્ટ્રાક્ટરોને પાઇપ લાઇન અંગે જાણ નથી..? જવાબદાર તંત્રના અધિકારીઓ સ્થળ પર ફરકતા ન હોવાથી સતત પાણીં ના વ્યયની ઘટનાઓ બહાર આવી રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.