02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ધાનેરાના રામપુરા પાસેથી વિદેશી દારૂ ઝડપાયો

ધાનેરાના રામપુરા પાસેથી વિદેશી દારૂ ઝડપાયો   10/08/2018

ધાનેરાના રામપુરા પાસેથી વિદેશી દારૂ ઝડપાયો 
 
 
ધાનેરાના રામપુરા ગામ પાસેથી પોલીસે નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલી ગાડી સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા.  ધાનેરા પી.આઈ. આર.કે. પાઠકને બાતમી મળતાં સ્ટાફના હિતેન્દ્રસિંહ, જસવંતસિંહ, ઈશ્વરભાઈ, વિજયસિંહ, અરજણજી તથા મનોહરસિંહ તથા રમેશભાઈ વિગેરે સ્ટાફના માણસોને નાકાબંધી કરવા જણાવતાં ત્યાં નાકાબંધી કરી બાતમી વાળી ગાડી હુન્ડાઈ એસન્ટ ગાડી આવતાં તેને રોકાવી ગાડીની તલાસી લેતાં ગાડીમાંથી ર૮૮ બોટલ કિંમત રૂ.ર૮,૮૦૦ તથા એસન્ટ ગાડી કિંમત રૂ.૧ લાખની મળી કુલ રૂ.૧,ર૮,૮૦૦ ના મુદ્દામાલ સાથે ગાડી ચાલક અમરારામ હેમારામ વિશ્નોઈ રહે.કોટડા તા.રાણીવાડા તથા જયંતીભાઈ પરખાભાઈ રહે.મેત્રીવાડા તા.રાણીવાડા રાજસ્થાન વાળાઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Tags :