પાલનપુરમા ધોળા દિવસે બાળક ના અપહરણનો પ્રયાસ

પાલનપુર શહેરમાં અસામાજિક તત્વો માથું ઊંચકી રહ્યા હોવાની પ્રતીતિ કરાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના ગઠામણ વિસ્તારમાં રહેતા એક ૧૧ વર્ષના બાળકના અપહરણનો પ્રયાસ કરાતા ચકચાર મચી જવા પામી છે.
 
પ્રાપ્ત વિગતો મુજબ, પાલનપુર કલેક્ટર કચેરીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ સોલંકીનો ૧૧ વર્ષીય દીકરો હિમેશ ધો.૬માં અભ્યાસ કરે છે. જેનું એક રિક્ષા ચાલકે ગઠામણ દરવાજા વિસ્તારમાંથી રિક્ષામાં બેસાડી અપહરણ કર્યું હતું. જોકે, રિક્ષામાં બેઠેલા બાળકે બુમાબુમ કરતા રિક્ષાચાલકે રિક્ષામાં રહેલા ટેપનો વોલ્યુમ વધારી દીધો હતો.
 
જોકે, બાળકના સદનસીબે ગુરુનાનક ચોક ખાતે ટ્રાફિક જામ થતા બાળકે હિંમત દાખવી રિક્ષામાંથી કુદકો મારી અપહરણકારની ચુંગાલમાંથી  ભાગતા તેનો આબાદ બચાવ થયો હોવાનું પીડિત બાળક હિમેશે જણાવ્યું હતું. દરમિયાન, બાળક ના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.