02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / લાખણીના મડાલ પ્રા.આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટરમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતાં ખળભળાટ

લાખણીના મડાલ પ્રા.આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટરમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતાં ખળભળાટ   24/09/2019

લાખણીના મડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ક્વાર્ટરમના એક રૂમની અભરાઈ પરથી દવાની જગ્યાએ દારૂની 100થી વધુ ખાલી બોટલ મળતા ખળભળાટ મચી ગયો છે.પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોમ્પ્યુટરરૂમાંથી પણ દારૂની અડધી ભરેલી બોટલ મળી છે.અહીં પહોંચેલા ગ્રામજનોએ વિરોધ નોંધાવતાં મેડિકલ ઓફિસરે સ્ટાફના તમામ કર્મીઓ પાસે માફીપત્ર લખાવી દીધું હતું. જોકે આ મામલે કોઇપણ પોલીસ કાર્યવાહી થઇ નથી.આ મામલો મડાલ ગામના કેટલાક જાગૃત યુવાનોએ બહાર લાવી તેનો વીડિયો જાહેર કરી દીધો હતો.
 
લાખણીના મડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનમાં સોમવારે ગામના કેટલાક જાગૃત યુવાનોએ આકસ્મિક મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કોમ્પ્યુટર રૂમમાં બારી પાસે વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ જોવા મળી હતી.જેનું ઢાંકણું પણ નજીકમાં જ પડયું હતું.જેથી અહીં અવારનવાર દારૂ પીવાતો હોવાનું સામે આવતા સ્ટાફ ક્વાર્ટરમાં એક રૂમની અભરાઈ પર 100થી વધુ ખાલી બોટલ સંતાડેલી હાલતમાં મળી આવી હતી.જેના લીધે જાગૃત યુવાનો એ તરત જ જવાબદાર મેડિકલ ઓફિસરનું ધ્યાન દોરતા તેઓ હાજર થઈ સ્ટાફને ઠપકો આપી તેમની પાસે માફીપત્ર લખાવી દીધું હતું.જેમાં સ્ટાફના 6 કર્મીઓ પાસે માફીપત્ર લખાવી દીધું હતું.તેમાં જણાવ્યું હતું કે "અમો પીએચસી સ્ટાફ તાલુકો લાખણી મડાલમાં દવાખાનામાં તેમજ કમ્પાઉન્ડમાં અમારી ફરજ સિવાયની બીજી કોઈ અસામાજિક પ્રવૃત્તિ કે વ્યવહાર કરીશું નહીં જેની બાંહેધરી આપી અમો નીચે મુજબના કર્મચારીઓ અમારી સહીઓ કરીને માફી પત્ર લખી આપીએ છીએ.આ અંગે ગામના યુવાનોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે "સમગ્ર મામલો બહાર આવ્યા બાદ જેના વીડિયો ગામના સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.જેથી અમે ત્યાં પહોંચ્યા હતા.પરંતુ દારૂ મળવા છતાં મેડિકલ ઓફિસર દ્વારા કોઈપણ પ્રકારની કાયદેસર પોલીસ કાર્યવાહી કરવામાં આવી ન હતી.જોકે સ્ટાફ પાસે માફીપત્ર લખાવી લેવાયું હતું. જેથી બીજીવાર આવી ઘટના ન ઘટે.પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પારાવાર ગંદકી જોવા મળી હતી.કમ્પાઉન્ડમાં પણ જ્યાં ત્યાં કચરો જોવા મળ્યો હતો."

Tags :