02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / પાલનપુરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવતા ચકચાર

પાલનપુરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવતા ચકચાર   25/05/2019

પાલનપુરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા બેલીમ નાળા પાસેથી આજે સવારે એક મૃત નવજાત બાળક મળી આવતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ ધરી હતી.
 
પાલનપુરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા બેલીમ નાળા પાસે આજે સવારે એક મૃત નવજાત બાળક મળી આવ્યું  હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આસપાસમાંથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અને આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ બાળકને અહીં કોણ ફેંકી ગયું છે. તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આ બાળક એક દિવસ પૂર્વે ત્યજી દઈ અહીં ફેંકી દેવાયું હોવાનું મનાઈ રહ્યું છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે,  પાલનપુર શહેરમાં અવાર નવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આવા નિર્દયી લોકો સામે કડક પગલાં ભરવા જોઇએ તેવી જનમાંગ ઉઠવા પામી છે.

Tags :