02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાટણ / એસ.ટી.માંથી મળેલ રોકડ રકમ મુળ માલીકને પરત કરતાં ચાણસ્માના ટ્રાફિક કંટ્રોલર

એસ.ટી.માંથી મળેલ રોકડ રકમ મુળ માલીકને પરત કરતાં ચાણસ્માના ટ્રાફિક કંટ્રોલર   26/08/2018

એસ.ટી.માંથી મળેલ રોકડ રકમ મુળ માલીકને પરત કરતાં ચાણસ્માના ટ્રાફિક કંટ્રોલર
 
 
ચાણસ્મા
ચાણસ્મા એસ.ટી.ડેપોમાં હાલમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ  બજાવતા ગણેશભાઈ અમુભાઈ પટેલ (રૂપપુર) ગઈકાલે તેમની ફરજ ઉપર હાજર હતા તે દરમ્યાન એસ.ટી.સ્ટેન્ડના બાંકડા ઉપરથી એક પાકીટ મળી આવ્યું હતું. જેમાં તપાસ કરતાં રોકડ રૂ.૧૩૦૦ તથા એ.ટી.એમ. કાર્ડ અને આધારકાર્ડ જેવા જરૂરી અગત્યાના કાગળો મળી આવ્યા હતા. તપાસ કરતાં આ તમામ રોકડ તથા દસ્તાવેજી પુરાવા ચાણસ્મા તાલુકાના ઘાણો ઘરડા ગામના વતની શૈલેષજી ભવાનજી ઠાકોરના હોવાનું જણાઈ આવતાં તેમને પરત આપી પ્રમણીકતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્‌યું હતું. આ કર્મચારી અગાઉ ચાણસ્મા ડેપોમાં કંડક્ટર તરીકે બે વર્ષ અગાઉ ફરજ બજાવતા હતા. ત્યારે એસ.ટી.માંથી એક બિનવારસી બેંગ મળી આવી હતી. જેમાંથી પોણા ત્રણ લાખની રોકડ રકમ તેમજ સોનાના દાગીના મળી આવ્યા હતા. જેની તપાસ કરી મુળ માલિકને પરત કર્યા હતા. જેની કદર કરી સદર કંડક્ટરને તે વખતાના તત્કાલીન એસ.ટી. ના એમ.ડી.એ રૂ.૩૦૦૦ નું રોકડ ઈનામ પ્રશંસા પત્ર આપી બહુમાન કર્યું હતું.
 
 

Tags :