ડીસા ધારાસભ્યની પ્રેસ કોન્ફરન્સ : એક વર્ષના લેખા ઝોખા રજુ કર્યા

બનાસકાંઠા જિલ્લાકના ડીસા ખાતે ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યાના એક વર્ષના સમયમાં થયેલ વિકાસકામોની સમીક્ષા બેઠક અને પ્રેસ ક્રોન્ફ્રરન્સ યોજાઇ હતી. જેમાં ડીસાના ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યાએ છેલ્લા એક વર્ષમાં ડીસા વિસ્તારમાં થયેલા વિકાસકામોની માહિતી પત્રકારો સમક્ષ રજુ કરી હતી. તેમણે છેલ્લા એક વર્ષમાં થયેલ કામો જેવા કે નેશનલ હાઇવે, નગરપાલિકા વિસ્તારના કામો, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, જળ સંપત્તિ, પ્રાથમિક શિક્ષણ, વન વિભાગ, તાલુકા પંચાયત, આરોગ્ય વિભાગ, પશુપાલન, ઉત્તર ગુજરાત વીજ કંપની લી., આંગણવાડી, ખેતીવાડી સહિત વિવિધ વિભાગો દ્વારા ડીસા વિસ્તારમાં કરવામાં આવેલ કામગીરીની માહિતી આપી હતી. ધારાસભ્યશ્રીએ કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના શાસનમાં સમગ્ર દેશમાં વિકાસ અને સુશાસનનાં ફળ છેવાડાના વિસ્તારો અને વ્યક્તિઓ સુધી સરળતાથી પહોંચી રહ્યાં છે. તેમણે કહ્યું કે સંવેદનશીલ અને લોકપ્રિય મુખ્યવમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વત હેઠળ સમગ્ર રાજયમાં વણથંભી વિકાસયાત્રા સફળતાપૂર્વક આગળ વધી રહી છે.
 
આ પ્રસંગે ગુજરાત વેરહાઉસીંગ બોર્ડના ચેરમેન શ્રી મગનલાલ માળી, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન માળી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઉકાજી ઠાકોર, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી ભારતસિંહ ભટેસરીયા, અગ્રણીશ્રી મહેશભાઇ દવે સહિત અગ્રણીઓ અને  પત્રકારમિત્રો ઉપસ્થિ્ત રહ્યાં હતાં.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.