02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / માસૂમ બાળક સાથે રાખી મહિલા ચોર ટોળકી સક્રિય, દ્રશ્યો થયા CCTVમાં કેદ

માસૂમ બાળક સાથે રાખી મહિલા ચોર ટોળકી સક્રિય, દ્રશ્યો થયા CCTVમાં કેદ   06/08/2018

સુરતમાં મહિલા ચોર ટોળકી સક્રિય થતા પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ ખુલી ગઇ છે. કતારગામ દરવાજા ચોક પર આવેલી ફેશન પોઇન્ટ નામની કપડાંની દુકાનમાં ચોરી થઇ હતી. મહિલા તસ્કરો દ્વારા દુકાનને ટાર્ગેટ કરવામાં આવી હતી. વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં મહિલાઓએ ચોરીને અંજામ આપ્યો હતો. દુકાનમાંથી રૂપિયા 70 હજાર રોકડની ચોરી થઇ છે.સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.
 
કતારગામમાં આવેલી એક કપડાની દુકાનમાં 6 જેટલી મહિલાઓએ 70 હજાર રૂપિયાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. મહિલાઓ ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. ચોરી કરતી મહિલાઓની ટોળકી સક્રિય થતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, સીસીટીવીમાં કેદ મહિલા પૈકીની એક મહિલા સાથે માસૂમ બાળક પણ નજરે પડી રહ્યું છે.
 
ગત રોજ વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં મહિલા તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. દુકાનમાંથી 70 હજાર રૂપિયાની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દુકાનદાર ભાડું આપવા માટે રૂપિયા લાવ્યો હતો. જે મહિલા ચોર ચોરી જતા કતારગામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી સાથે ફરિયાદ નોંધાવી છે. શહેરમાં મહિલા ચોર ટોળકી સક્રિય થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :