02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા વિરાટ ધર્મ સભા યોજાશે

હિંમતનગરમાં વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા વિરાટ ધર્મ સભા યોજાશે   01/12/2018

 
                  વિશ્વ હિન્દુ પરીષદ સાબરકાંઠા -અરવલ્લી વિભાગ દ્વારા હિંમતનગર શહેરમાં રજી ડીસેમ્બર રવિવારે વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આજરોજ વીએચપી ના વિભાગ મંત્રી નલીનભાઈ પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવેલ કે, અમારો મુખ્ય ઉદ્દેશ જનજાગરણ અભીયાન છે પ ઓક્ટોબરે દિલ્હીમાં ધર્મસંસદમાં સંતો-મહંતોએ પણ રામમંદીર માટે અભીયાન ચલાવવાની વાત કરી છે આ આસ્થાનું પ્રતીક છે રામચંન્દ્ર ભગવાનનું મંદીર બાબરે તોડ્‌યુ હતુ અને ખોટી રીતે કબજા મેળવેલ તે પરત લેવા માટે આજસુધી ૧પર૮ ની સાલથી ૪૯૦ વર્ષથી ૭૬ યુધ્ધો થયા જેમાં ચાર લાખ લોકોએ પોતાના જીવનની આહુતી આપી છે. દેશમાં પ૪૦ થી વધુ જગ્યાએ જનજાગરણ અભીયાન ચલાવાશે જેમાં રામનું મહત્વ તેમના આદર્શ વિચારો આજે યુવાનોમાં રામનું મહત્વ આચરણ અને તેમનું જીવન વિશે જાણે તે મુખ્ય ઉદ્દેશ છે અને તેના દ્વારા રામ મંદીરનું અડચણ દુર થાય રામના વિચારો ઘરે ઘરે પહોંચે જન જાગરણથી મંદીર બનશે. વધુ વિગત આપતા નલીનભાઈ એ જણાવેલ કે, દેશમાં હજારો વર્ષમાં વિશ્વનું સૌથી મોટુ જન આંદોલન જન્મભૂમિ આંદોલન કોઈની કૃપાથી કે આગ્રહથી કે કોઈના આધારથી આરંભ થયેલ નથી અને ચાલ્યુ નથી. પરંતુ પ્રબળ હિન્દુ જાગરણ અને હિન્દુ સમાજની શ્રધ્ધા અને સંતોના આર્શીવાદ અને બળ ઉપર આંદોલન ચાલી રહ્યુ છે. તેથી અમે સૌ હિન્દુ પરીવારને જાહેર આમંત્રણ આપીએ છીએ આવો આ અભિયાનમાં જાડાવો.  ધમેન્દ્રભાઈ ભાવાણી એ જણાવેલ કે, રામ મંદીર તો બનશે જ હવે આ આંદોલન જન જન આંદોલન બની રહ્યું છે. સરકારો આવે કે જાય નેતાઓ આવે કે, જાય પરીષદને કોઈ ફેર પડતો નથી અમારૂ કામ હિન્દુ સંસ્કૃતિને ટકાવવાનું છે. ભગવાન રામના મંદીરના નિર્માણને સમસ્ત હિન્દુ પ્રજાએ સ્વીકારી છે કે જલ્દી મંદીર બને, તેની અડચણો દુર કરવાનો આ અભિયાન દ્વારા પ્રયાસ છે. આ પ્રસંગે સાબરકાંઠા વીએચપીના અધ્યક્ષ મનહરભાઈ સુથાર, સંઘના રમેશભાઈ સોરઠીયા પણ હાજર રહ્યા હતા.     

Tags :