02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / પડતર પ્રશ્નોને લઈ માલધારી સમાજ લડાયક મુડમાં : રાજકીય અવગણના થતા ચૂંટણીમાં નોટાનું બટન દબાવી વિરોધ કરશે!

પડતર પ્રશ્નોને લઈ માલધારી સમાજ લડાયક મુડમાં : રાજકીય અવગણના થતા ચૂંટણીમાં નોટાનું બટન દબાવી વિરોધ કરશે!   18/04/2019

લોકસભાની ચુંટણીનો પ્રચાર પ્રસાર વચ્ચે માલધારી સમાજ તેના પડતર પ્રશ્નોને લઈ ચૂંટણીમાં લડાયક મુડમાં જાવા મળી રહી છે લોકસભાની ચૂંટણીમાં બંને રાજકીય પક્ષો દ્વારા માલધારી સમાજની ભારે અવગણના કરવામાં આવતા એક પણ ટીકીટ ન આપતા માલધારી સમાજમાં ભારે નારાજગી જાવા મળી રહી છે જેને સમાજના યુવાનો ચંટણીમાં નોટોનુ બટન દબાવી વિરોધ દર્શાવવામાં આવશે ગતરોજ અમદાવાદના અડાલજ ખાતે વિહોતર ગૃપ ઓફ ગુજરાતના નેજા હેઠળ એક મિટીંગનું આયોજન કરવામાં આવયું હતું. જેમાં રાજ્ય સરકાર સમક્ષ પણ કેટલીક માંગણીઓ મુકી છે જા આ મંગણીઓનો સ્વીકારવામાં નહી આવે તો આગામી સમયમાં તેની રણનીતી ઘડવામાં આવશે માલધારી સમાજ દ્વારા આઠથી વધુ માંગણીઓ રજુ કરવામાં આવી છે જેમાં ગોપાલક નિગમમાં ૧ હજાર કરોડ સુધી રકમની ફાળવણી કરવી, ગોપાલક મંડળીઓને સહકાર ક્ષેત્રે વોટનો અધીકાર આપવો, રબારી સમાજના વિદ્યાર્થીઓ માટે દરેક જીલ્લા ક્ષેત્રે સરકારી છાત્રાલય અને ક્ષૈક્ષણીક સંકુલની વ્યવસ્થા કરવી, સમાજના લોકો માટે સર્વેર્ કરાવીને ના હોય તેવા લોકોને રહેઠાણ પુરા પાડવા પશુઓની ગણતરી કરી પશુઓ માટે રહેઠાણની ફાળવણી કરવી, ગીર બરડા રબારી સમાજને અપાયેલા એસ.સીએસ.ટી.ના દરજ્જામાં કોઈ ફેરફારના કરવા, શહેરોમાં વસતા માલધારીઓના પશુઓને તંત્ર દ્વારા કનડગત બંધ કરવી,રબારી સમાજના યુવાનો પરના રેલી દરમિયાન લગાવેલા કેશો પરત લેવા જેવી અનેક માંગણીઓ કરવામાં આવી છે જા આગામી સમયમાં આ અંગે કોઈ યોગ્ય નિર્ણય નહી લેવામાં આવે તો ચુંટણીનો બહિષ્કાર કરશે અને નોટોમાં વોટ આપી ને વિરોધ પ્રદર્શીત કરાશે.

Tags :