02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતાં ધો.10ની વિદ્યાર્થિનીનો આપઘાત

પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતાં ધો.10ની વિદ્યાર્થિનીનો આપઘાત   05/01/2019

 જામનગરમાં ખંભાળીયા ગેઇટ વિસ્તારમાં કનખરા સમાજ સામે રહેતા એક પરીવારની ઘો.10માં અભ્યાસ કરતી તરૂણ વયની પુત્રીએ અભ્યાસ બાબતે પિતાએ ઠપકો આપતા લાગી આવવાથી પોતાના ઘરે બપોરે ગળાફાંસો ખાઇ આયખું ટુંકાવી લેતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવની સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ખંભાળીયા ગેઇટ વિસ્તારમાં કનખરા સમાજની સામે સુરજબાગ પાસે રહેતા જયભાઇ ધનવંતરાય વસાની પુત્રી રૂચીબેન (ઉ.વ.16)એ ગુરૂવારે બપોરે પોતાના ઘરે રૂમમાં છતના પંખા સાથે ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા હાંફળા ફાંફળા બનેલા પરીવારજનો દોડી આવ્યા હતા.
 
પરીવારજનોએ તેણીને તાકીદે બેશુધ્ધ અવસ્થામાં નીચે ઉતારીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં લઇ ગયા હતા.જયાં ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કરી હતી. આ બનાવની જયભાઇ વસાએ સીટી એ પોલીસને જાણ કરતા પોલીસ ટીમ હોસ્પીટલ તેમજ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. મૃતક તરૂણીને અભ્યાસ બાબતે તેના પિતાએ ઠપકો આપતા માઠુ લાગી આવતા આ પગલુ ભરી લીધાનુ જાહેર થયુ છે. મૃતક તરૂણી શહેરની એક ખાનગી શાળામાં ઘો.10માં અભ્યાસ કરતી હોવાનુ પોલીસે જણાવ્યુ છે. આ બનાવના પગલે મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે મૃતકના પિતાનુ નિવેદન નોંધીને વધુ તપાસ ખંભાળીયા ગેઇટ ચોકીના પી.એસ.આઇ. વી.એ. આહીરે હાથ ધરી છે.
પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતાં ધો.10ની વિદ્યાર્થિનીનો આપઘાત
 
Tags :