સુરતમાં શિક્ષિકા સાથે રીઢા ગુનેગાર જેવો વ્યવહાર, પોલીસે અપશબ્દો બોલી માર માર્યો!

સુરત : ટ્રાફિક પોલીસ સાથે મારામારી કરતા શિક્ષિકાની ઉમરા પોલીસે ધરપકડ કરી હતી. હવે શિક્ષિકાને પોલીસે માર મારતો વીડિયો વાઇરલ થયો છે. જેમાં મહિલા પોલીસ શિક્ષિકાને રીઢા ગુનેગારની જેમ પકડી લઈ જઈ ગાડીમાં બેસાડવા બાબતે માથાકૂટ કરે છે. શિક્ષિકા વંદના પટેલે ગાડીમાં બેસવાની ના પાડતા મહિલા પોલીસે તેને પકડી માર માર્યો હતો. એટલું જ નહીં શિક્ષિકા સાથે રીઢા ગુનેગારની જેમ વ્યવહાર કર્યો હતો.
 
ફરજ પરના પોલીસકર્મીએ શિક્ષિકા પર અભદ્વ ભાષાનો ઉપયોગ કર્યો હતો. લોકોએ પોલીસ પર આક્રોશ ઠાલવ્યો હતો. મહિલાએ પોલીસ સાથે માથાકૂટ કરી તો તેની સામે પોલીસે કાર્યવાહી પણ કરી, જયારે પોલીસે પણ મહિલાની સાથે જે વર્તન કર્યુ તે પણ સુરત પોલીસને શોભે નહિ તે વાત પણ ચોક્કસ છે.
 
અઠવાલાઇન્સ રોડ પર શિવાંજલી એપાર્ટમેન્ટ પાસે ટ્રાફિકને નડતરરૂપ બને એ રીતે પાર્ક કરેલી કારને ટ્રાફિક પોલીસે લોક લગાવ્યું હતું. બાદ કાર માલિક મહિલાએ આવીને ટ્રાફિક પોલીસ સાથે ઝઘડો કરીને પોલીસ પર હાથ ઉપાડ્યો હતો. એટલુંજ ફરજ પરના કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. મહિલાના વિરુદ્ધમાં સરકારી કર્મચારી પર હુમલો અને ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે. મહિલાની પોલીસે ધરપકડ કરી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.