દીઓદર પંથકમાં વકરી રહેલ વૃક્ષ છેદન પ્રવૃતિ : બિન્દાસ ટ્રકો ભરાય છે

 
 
 
                              દીઓદર પંથકમાં વૃક્ષો કાપવા અને તેનું ખુલ્લે આમ વેચાણ કરવું જાણે કે એકદમ સરળ કાર્ય બની ગયું છે. અધિકારીઓએ હપ્તારાજમાં બોધ લઈ ખુલ્લેઆમ વુક્ષોનું છેદન કરી ટ્રેક્ટરે ટ્રેક્ટરો દીઓદર ખાતે આવેલ મામલદાર કચેરી તથા પ્રાંત કચેરી પાસેથી બિન્દાસ પસાર થઈ રહેલ છે અને નાણોટા તરફ પગ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે અને ત્યાંથી સાઈઝો કરી અગર બળતણ કરી ટ્રકો દ્વારા મોરબી, ગાંધીધામ ઠલવાઈ રહ્યું છે. ટ્રકો સાથે અપાતા જી.એસ.ટી. નંબરના બીલો પણ ચર્ચાસ્પદ હોવાનું સંભળાય છે અને આ લાટીમાંથી દરરોજની કેટલીય ટ્રકો ભરાઈ રહી છે. એક સાથે બે-બે ટ્રકો પણ લાગતી હોવાનું જાણવા મળેલ છે અને બિન પરવાનગી લાકડાઓની પ્રતિદિન મોટી સંખ્યામાં નીકાસ થઈ રહ્યો છે અને સરકારને હજારો રૂપિયાના ટેક્સને ચુનો લગાડવામાં આવી રહ્યો હોવાનું બહાર આવેલ છે. 
દીઓદરમાં ચાલી રહેલા આ બિન પરવાનગી લાકડાઓના વેપારને થરાદ વન વિભાગની નોર્મલની રેન્જની ઓફીસના અધિકારી ઓ કયા વજન તળે આવા વૃક્ષ છેદનની પ્રવૃતિ પ્રત્યે મૌન ધારણ કર્યું હોવાનું ચર્ચાસ્પદ બનવા        પામેલ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.