02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / "ગાંધીનગર સરકારના બાપનું પણ ગામડાં તો અમારા છે: ગીતા પટેલ

"ગાંધીનગર સરકારના બાપનું પણ ગામડાં તો અમારા છે: ગીતા પટેલ   04/10/2018

છેલ્લા ત્રણ વર્ષથી પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા  અને "પાસ" કાર્યકર્તા ગીતા પટેલે મોરબીમાં એક વક્તવ્યમાં સરકાર વિરુધ્ધ ચાબખા માર્યા હતા. હાર્દિક પટેલના ૧૯ દિવસના આંદોલન અને પાણી માટે વલખાં મારતાં ખેડૂતોના મુદ્દે ગીતા પટેલે સરકારની ઝાટકણી કાઢી હતી .હાર્દિકના ઉપવાસ વિષે જણાવતા તેમણે કહ્યું હતું કે, " ૧૯ દિવસના ઉપવાસની વાત કરવી છે.ગાંધીનગર એમના બાપનું, ગુજરાત એમના બાપનું અને પોલીસ એમના બાપની. હાર્દિકભાઈ પોતાનાં નિવાસસ્થાન ઉપર અનશન ઉપર બેઠા છે તો કોઈને અંદર નહિ આવવા દેવાના"
 
"મેં ત્યારે પણ કીધું હતું અને હજુ પણ કહું છું કે પોલીસ તમારા બાપની હોય, ગાંધીનગર તમારા બાપનું હોય, ગુજરાત તમારા બાપનું હોય, ગામડાઓં તો અમારા બાપના છે. ભડના દીકરાઓ હોય તો ટાંગા મૂકીને બતાવો. અમારે તો ખાલી પાવરફૂલ પાટલાણીઓ જ કાફી છે; ભાઈ ઓ તો ઘરે બેસી જશે. એમને ખબર નથી આ પટલાણીઓ થાળી-વેલણ વગાડી શકે, ધોકો ઉપાડી શકે અને કહેવાયને કે ખેતરની અંદર કામ પણ કરેલું છે એટલે પાવડા પણ ઉપાડેલ છે અને ધારિયા પણ ઉપાડેલા છે એટલે બિલકુલ ડરવાના નથી."ખેડૂતોના પ્રશ્નો અને હકની માંગણી કરવાની સાથે ગીતા પટેલે ઉમેર્યું હતું કે, "ખેડૂતો માટે કેનાલ બનાવી ? કેનાલો બનાવી પણ પાણી ? હમણાં નિલેશભાઈએ કીધુંને કે ક્યાં તમારી માં નો કરિયાવર માંગ્યો' તો। તો પાણી તમારા બાપનું છે, અમારું પાણી અમને નહિ આપો ? પાણી તમારા બાપનું છે ? કે ખેડૂતોને પાણી નહિ આપો ? એટલે જાગવાની જરૂર છે, જાગીશું, ઘરની બહાર નીકળીશું, ઘરે બેઠા કોઈ આપવા નહિ આવે. હક જોઈતો હોય તો રોડ ઉપર આવવું પડશે, કૈક જોઈતું હશે તો રોડ પર આવવું પડશે. કારણ કે ઓટે બેઠા બેઠા આપણે ઘણી વાતું કરીયે છીએ. પરંતુ કોઈક કાર્યક્રમ થતા હોય તો ખુબ મોટી સંખ્યામાં આપણી સહુની હાજરી હોવી જોઈએ"

Tags :