ધાનેરા તાલુકાના જડિયા ગામ પાસે અકસ્માતમાં બેના મોત બે ગંભીર

ધાનેરા તાલુકાના જડિયા ગામ પાસે મારુતિ અલ્ટો કાર અને પિકઅપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા અલ્ટો ગાડીમાં સવાર બે ઈસમોના મોત થયા હતા જ્યારે બે ઇસમોને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક 108 દ્વારા ધાનેરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે બાદ વધુ સારવાર અર્થે આગળ રીફર કરવામાં આવ્યા હતા.
 
મળતી માહિતી મુજબ અલ્ટો ગાડી સાથે પિકઅપ ગાડીના ગમખ્વાર અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર  રાજસ્થાન રાણીવાડાના પૂર્વ ધારાસભ્યના પુત્ર વગતારામ રતનારામ ચૌધરી (ગામ-ગોગ રાજ.) તેમજ અખારામ જોધરામ ચૌધરી (ગામ ગોગ રાજ.) ના મોત નિપજ્યા હતા જ્યારે પુરાભાઈ ઘરમાંભાઈ પટેલ (ગામ-વાસણ) ઉ.60 મફાભાઈ સોમાભાઈ પટેલ (ગામ શેરગઢ) ઉ.60 ને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે 108 દ્વારા ધાનેરા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર બાદ વધુ સારવાર અર્થે ડીસા રીફર કરવામાં આવ્યા હતા આ બાબતની જાણ લોકોને થતા લોકોના ટોળાઓ સિવિલ હોસ્પિટલમાં ઉમટી પડ્યા હાટ જ્યારે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ પણ સિવિલ પોહચી ઘટનાની માહિતી મેળવી હતી જ્યારે આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.