ગણપત યુનિવર્સિટીની ફાર્મસી કોલેજ દ્વારા નેશનલ લેવલના બે દિવસીય ફાર્મા- સેમિનારનું સફળ આયોજન

 
 
 
                  ગણપત યુનિવર્સિટીની એક અંગભૂત કોલેજ એવી શ્રી એસ.કે. પટેલ કાલેજ આૅફ ફાર્માસ્યુટિકોલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ગણપત વિદ્યાનગર અને ગુજરાત કાઉÂન્સલ આૅફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટના સંયુક્ત ઉપક્રમે ગઈ તા. ર૮ અને ર૯, સપ્ટેમ્બર, ર૦૧૮ દરમિયાન ગણપત યુનિવર્સિટી ખાતે બે દિવસનો નેશનલ લેવલનો એક સેમિનાર યોજાયો હતો. ‘‘રોલ ઓફ ‘ક્યુબીડી’ અને ‘ડીઓઈ’ ઈન ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ ડેવલપમેન્ટ’’ નામના કેન્દ્ર વર્તી વિષય સાથે યોજાયેલા આ સેમિનારમાં ૧૦૦ થી વધારે વિદ્યાર્થીઓ, સંશોધકો, પ્રાધ્યાપકો અને ઈન્ડસ્ટ્રી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં મહેસાણાની સાર્વજનિક ફાર્મસી કોલેજ, ચારૂસેટ યુનિવર્સિટી, ચાંગાની ફાર્મસી કોલેજ, હિંમતનગર, ચિલોડા, વિસનગર સહિત અનેક ફાર્મસી કોલેજા તેમજ ‘ઓÂક્સજન હેલ્થકેર’ જેવી ફાર્મા ઈન્ડસ્ટ્રી- સંસ્થાઓનો સમાવેશ થાય છે. 
સેમિનારના પ્રથમ દિવસે- ર૮ મી તારીખના રોજ સવારે ૧૦ વાગ્યે યોજાયેલા ઉદ્‌ઘાટન સમારંભમાં ઈન્ટાસ ફાર્માસ્યુ ટિકલ્સ કંપનીના (એસોસિએટ વાઈસ પ્રેસિડેન્ટ- ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ) ડા. મનીષકુમાર ચૌહાણ, ઝાયડસ કેડિલાના (સિનીયર એÂક્ઝક્યુટિવ- ફોર્મ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) અભિકુમાર તુરખિયા મહેમાન તરીકે તો ગણપત યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ પ્રો.ડા.મહેન્દ્ર શર્મા અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપÂસ્થત રહ્યા હતા. 
ઉદ્‌ઘાટન સમારંભના પ્રારંભે ગણપત યુનિવર્સસ્ટીના પ્રો.વાઈસ ચાન્સેલર અને ફાર્મસી કોલેજના પ્રિÂન્સપાલ તેમજ આ નેશનલ લેવલના ફાર્મા- સેમિનારના કન્વીનર પ્રો.ડા.આર.કે.પટેલે મહેમાનોનું સ્વાગત કરી, પરિચય આપ્યો હતો. તો સેમિનારના કો.ઓર્ડિનેટર પ્રો.ડા. એસ.એ. પટેલે ભૂમિકારૂપ વ્યક્તવ્ય આપ્યું હતું.  ઉદ્‌ઘાટન બાદ સેમિનારમાં દિવસભર ચાલેલા ચાર સેશન દરમિયાન ડા.મનીષ ચૌહાણ અને અભિ તુરખિયા સિવાય ડા.જે.બી. દવેએ ‘‘પ્રોસેસ એનાલિટિકલ ટેકનોલોજી’’ અને પ્રો.ડા.પી.ડી. ભારડિયાએ ‘‘નોલેજ મેનેજમેન્ટ અને ક્વાલિટી બાય ડિઝાઈન’’ વિષયે પોતાના વક્તવ્યો રજુ કર્યા હતા. તો બીજે દિવસે સવારે વિદ્યાર્થીઓ અને સંશોધકો દ્વારા ‘રિસર્ચ પોસ્ટર્સ’ રજુ કર્યા હતા. 
હિંમતનગરની ફાર્મસી કાલેજના ડા.રાજેશ પરમારના પોસ્ટરને ‘બેસ્ટ પોસ્ટર’ નું ઈનામ એનાયત કર્યું હતું. તો સમાપન સમારોહમાં તમામ પાર્ટિસિપેન્ટસને પ્રમાણપત્રો એનાયત થયા હતા. 
જેમણે આ બે દિવસના નેશનલ લેવલ ફાર્મા સેમિનારના આયોજનમાં કા-ઓર્ડિનેટર તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેવા ડા.એસ.એ.પટેલે અંતે આભારવિધિ કરી હતી. 
કાર્યક્રમને સફળ બનવવામાં કાલેજના પ્રિન્સીપાલ પ્રો.ડા. આર.કે. પટેલના માર્ગદર્શન ઉપરાંત કા- કોઓર્ડિનેટર પ્રો.ડા.પી.યુ.પટેલ, અન્ય અધ્યાપક મિત્રો, વિદ્યાર્થીઓએ પણ ભારે જહેમત ઉપાડી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.