02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / શામળાજીમાં રક્ષા બંધનની ઉજવણી

શામળાજીમાં રક્ષા બંધનની ઉજવણી   27/08/2018

 શામળાજીમાં રક્ષા બંધનની ઉજવણી 
 શામળાજી
 રક્ષા બંધનના તહેવારની ઉજવણી આજે સમગ્ર દેશ સહિત સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહી છે.ત્યારે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે પણ આ તહેવાર ભાવ અને શ્રદ્ધા પૂર્વક ઉજવાયો હતો.રક્ષા બંધન ના તહેવાર પ્રસંગે હજારો ભક્તો ભગવાન શામળાજી માટે રાખડી લઈને આવ્યા હતા અને ભગવાન શામળાજીને રાખડી અર્પણ કરી હતી જે રાખડી મંદિરના પૂજારી દ્વારા ભગવાન ના હાથે બાંધવામાં આવી હતી ત્યારે ભગવાન શામળાજી હજારો ભક્તોની રક્ષાના તાંતણે બંધાયા હતા.રક્ષા બંધન પર્વ પ્રસંગે ભગવાન શામળિયાને વિશેષ સોનાના આભૂષણો થી શણગાર કરાયો હતો.ત્યારે સવારની શણગાર આરતીના હજારો ભક્તોએ દર્શન કર્યા હતા. સામાન્ય રીતે આ તહેવારમાં બહેન પોતાના ભાઈને રાખડી બાંધી ભાઈના મંગલની કામના કરતી હોય છે ત્યારે બીજી બાજુ ભાઈ પણ બહેનની રક્ષા માટે બંધાય છે આ વાત સહજ છે પરંતુ એક ભક્ત ભગવાનને રાખડી બાંધી પોતાના મંગલની કામના કરે છે ત્યારે ભગવાન ને પણ ભક્તની વ્હારે આવવું પડે છે તેવુ આદિકાળથી ચાલતું આવ્યું છે અને જેના કારણે જ શામળાજી ખાતે આજે હજારો ભક્તો  ઉમટયા હતા અને શામળાજી ખાતે આવી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Tags :