વાવના બુકણા ગામે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા આધેડની હત્યા

વાવ તાલુકાના બુકણા ગામે રાવતાભાઈ ઠાકોર તેમના પરિવાર સાથે તેમના ગામના દુદાભાઈ પીરાભાઈ રાજપુતના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા. ખેતરમાં બાજરી અને જારનો પાક વાવેલો હતો. ખેતરના માલિકે તા. ર૦/૧૦/૧૮ ના રોજ રાવતાભાઈ ઠાકોરને પોતે વધુ પડતા પૈસાનો ઉપાડ કરેલ છે. અને કામ સંતોષકારક નથી કરતાં તેમ કહી મૂઢમાર માર્યો હોવાનો રમેશભાઈ રાવતાભાઈ ઠાકોરે આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ બીજા દિવસે રાવતાભાઈ ઠાકોરને ખેતર માલીક દુદાભાઈ પીરાભાઈ રાજપુત ખેતરમાં કામકાજ અર્થે લઈ ગયા હતા. તા. ર૧/૧૦/૧૮ ના સવારે અંદાજે ૧૧ કલાકે ખેતર માલીક દુદાભાઈ ભાગીયા રાવતાભાઈ ઠાકોર (ઉ.પ૦) ની પોતાના બાજુના ખેતરમાં પૂળા બાંધવા માટે લઈ ગયેલા હતા. ત્યાં દુદાભાઈ પીરાભાઈ રાજપુત સહિત પાંચ ઈસમોએ સાથે મળી ગેરકાયદેસર મંડળી રચી રાવતાભાઈ ઠાકોરને ગળાના ભાગે રસી વડે ફાંસો આપી ખીંચી રહ્યા હતા. તેવામાં રાવતાભાઈ ઠાકોરનો રપ વર્ષીય પુત્ર રમેશભાઈ રાવતાભાઈ ઠાકોર ભેંસને ચાર નાખવા માટે આવતા આ બનાવને નરી આંખે જાઈ જતાં ત્યાંથી મારની બીકે ભાગી છુટ્યો હતો અને આ બનાવની જાણ તેના પરિવારજનોને તેમજ તેના પિતરાઈ ભાઈઓને ફોન મારફત કરતાં મૃતકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારે મૃતક રાવતાભાઈ ઠાકોરની લાશ ખેતરના લીમડા હેઠળ લટકી રહી હતી. આ અંગે વાવ પોલીસને જાણ કરતાં વાવ પી.એસ.આઈ એચ.આઈ. ભાટી સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી સ્થળનું નિરીક્ષણ કરી લાશને નીચે ઉતારી વાવ રેફરલ હોÂસ્પટલ ખાતે પી.એમ. અર્થે મોકલી આપી હતી  અને પાંચ આરોપીઓ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. જા કે મોડી રાત્રે ર/૦૦ વાગ્યા પછી રમેશભાઈ રાવતાભાઈ ઠાકોરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે વહેલી સવારે તા. રર/૧૦/૧૮ ના રોજ સવારે પેનલ ડાક્ટરો દ્વારા મૃતક રાવતાભાઈનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. આ બનાવના પગલે વાવ- સુઈગામ ભાભર પંથકમાંથી બહોળી સંખ્યામાં ઠાકોર સમાજના ટોળે- ટોળા ઉમટી પડ્યા હતા. વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ વાવ રેફરલ ખાતે પહોંચી સમગ્ર પરિÂસ્થતિનો તાગ મેળવ્યો હતો. જા બપોરે ૧ર/૦૦ વાગ્યા સુધી મૃતકના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જ્યાં સુધી આરોપીઓ નહી પકડાય ત્યાં સુધી લાશ નહી ઉઠાવાય અંતે પી.એસ.આઈ એચ.આઈ. ભાટીએ સમજાવટ કરી લાશ પરિવારજનોને સુપ્રત કરી હતી અને મોડી સાંજે મૃતકના અÂગ્ન સંસ્કાર કરાયા હતા. 
 
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.