પાટણના ધારાસભ્ય કીરીટ પટેલ પર હૂમલો

 
 
 
 
 
 
                         પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી ના કુલપતિ પ્રજાપતિ ને સસ્પેન્ડ કરવા ના મામલે ગુરુવારે બપોરના સુમારે પાટણ કોંગ્રેસ ના ધારાસભ્ય ડા.કિરીટ પટેલ પોતાના કાર્યાલય ખાતે થી બહાર નીકળી રહ્યા હતા તે દરમિયાન યુનીવર્સીટી ના કારોબારી સભ્ય શૈલેશ પટેલ અને મનોજ પટેલ બંને તેઓ ના કાર્યલય આગળ પહોચ્યા હતા અને બંને વચ્ચે ઉગ્ર તકરાર બાદ મામલો હાથાપાઈ સુધી આવી જવા પામ્યો હતો જેને પગલે બન્ને પક્ષ ના ટેકેદારો પણ આમને સામને આવી જતા અફડા તફડી મચી જવા પામી હતી અને જેના પગલે પાટણ બી.ડીવીઝન પોલિસ મથકમાં આમને સામને ફરીયાદ નાંધાવા પામી હતી. જેને લઇને પાટણમાં ભારે રાજકિય ગરમાનો જોવા મળ્યો હતો. પોલીસ બદોબસ્ત ગોઠવી દેવા માં આવ્યો હતો. પાટણ શહેરમાં બે દિવસથી ભારે રાજકિય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટણ હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી ના કુલપતિ પ્રજાપતિ ને સસ્પેન્ડ કરવાના સમાચાર ને લઇને ભારે વિવાદ ઉભો થવા પામ્યો છે. અને ગુરુવારે પાટણ કોંગ્રેસ ના ધારાસભ્ય ડા.કિરીટ પટેલ પોતાના કાર્યાલય ખાતે થી બહાર નીકળી રહ્યા હતા તે દરમિયાન યુનીવર્સીટી ના કારોબારી સભ્ય શૈલેશ પટેલ અને મનોજ પટેલ બંને તેઓ ના કાર્યલય આગળ પહોચ્યા હતા અને તેમના વચ્ચે ઉગ્ર તકરાર થવા પામી હતી અને આ તકરારો માંથી  મામલો હાથા પાઈ સુધી પહાંચી જવા પામ્યો હતો. અને આ દ્રસ્ય જોવા માટે લોકોના ટોળે ટોળા જમા થયા હતા અને આ ઘટનાની જાણ બન્ને પક્ષ ના ટેકેદારો ને થતાં તેઓ પણ મોટી સંખ્યામાં આવી પહાંચ્યા હતા અને આમને સામને આવી જતાં અફડા તફડી મચી જવા પામી હતી. જેની જાણ બી ડીવીઝન પોલીસ મથક ના ઇ.ચા. પી.આઇ. આર.જે. ચૌધરી ને થતાં તેઓ પોલીસ કાફલા સાથે તાબડતોબ ઘટના સ્થળે પહોચી ટોળાઓ ને હળવો લાઠી ચાર્જ કરી વિખેર્યો હતો. અને ધારાસભ્યની ઓફિસ આગળ ચુસ્ત પોલીસ બદોબસ્ત ગોઠવી દેવા માં આવ્યો હતો. આ ઘતનાને લઇને પાટણ માં ભારે રાજકિય ગરમાવો જોવા મળી રહ્યો છે. અને આ બાબતે આમને સામને ફરીયાદો પણ નાંધાવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.