બનાસકાંઠાના છેવાડાનું ગામ ‘ઢીમા’ કે જ્યાં ધરણીધર ભગવાન બીરાજમાન છે. એ ગામના વતની ચમન પંડ્યા પાસે કલાનો ખજાનો છે. તેઓ એક પેન્સીલથી લોકોના હૂબહૂ ચિત્ર કાગળ પર કંડારી જાણે છે. પોતાની કલાથી તેમના મિત્રો, બી.આર.સી. સ્ટાફના કર્મચારી મિત્રો, સી.આર.સી.કો.ઓર્ડિ., શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓ, શાળાના આચાર્ય શિક્ષક મિત્રોના સ્કેચ તૈયાર કરી તેમને એક અમૂલી ભેટ આપે છે. તમે ગણપતિ ભગવાન તો ઘણાય જાયા હશે. રંગ-બિરંગી અને મોટા વિશાળકાય પણ પોતે એક ચોકમાંથી નાના સરખા નરી આંખે જાઈ ના શકાય એટલા ઝીણા ગણપતિ દાદાને બનાવ્યા છે.