02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણના જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી દફતરોની ચકાસણી હાથ ધરી

પાટણના જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી દફતરોની ચકાસણી હાથ ધરી   30/06/2019

પાટણ : પાટણના જીલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખએ વિવિધ ગ્રામ પંચાયતોની મુલાકાત લઈ તલાટી દફતર નિરીક્ષણ કરી અને તેમાં રહેલી ક્ષતિઓ બાબતે તલાટીશ્રીઓને ટકોર કરી હતી. તેઓશ્રીએ ગ્રામ પંચાયતમાં રાખવાના થતાં રેકોર્ડ બાબતે માર્ગદર્શન આપી સમયસર દરેક વસ્તુ નોંધવામાં આવે તેના ઉપર ભાર મૂક્યો હતો. વધુમાં આકારણીનું કામ પણ સમયાંતરે કરવા સૂચન કર્યું હતું. તેમજ વેરા વસુલાત બાબતે બાકી કામગીરી પૂર્ણ કરવા તલાટીશ્રી ને તાકીદ કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પીએમ કિસાન યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા બાકી ખેડૂતોની સમીક્ષા હાથ ધરી અને આવા ખેડૂતોની ઓનલાઈન એન્ટ્રી તેમની રૂબરૂ માં જ કરાવી હતી અને વીસી તેમજ ગ્રામ સેવકને સૂચના આપી બાકી રહેલા તમામ ખેડૂતોને આવરી લેવા જણાવ્યું હતું. આ તબક્કે ગામલોકોની ભાગીદારી થકી સ્વચ્છતા અને સ્વૈચ્છિક શ્રમદાનનો કાર્યક્રમ રાખી અને સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. તેઓશ્રીએ સરપંચશ્રીને ગામના રસ્તાઓ સાફ રાખવા તેમજ રસ્તા ઉપર આવતું પાણી બંધ કરાવવા ટકોર કરી હતી. તેમજ નાણાપંચના કામોની સમીક્ષા હાથ ધરી હતી 
આ તબક્કે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એસ.પટેલ,પાટણતાલુકા વિકાસ અધિકારીશ્રી એ.કે. સોલંકી, પંચાયતવિભાગના વિસ્તરણ અધિકારીશ્રી ભરતભાઈ પટેલ, ગ્રામ સેવકશ્રી રાજુભાઈ ગૌસ્વામી સહિત ગામના સરપંચશ્રી તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.

Tags :