હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય ખૂબ નાજૂક, કિડનીમાં ઈન્ફેક્શન વધ્યું, પેશાબમાં રસી નીકળી

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે નવમો દિવસ છે. બે દિવસના જળત્યાગ બાદ હાર્દિકે ગઈકાલે એસપી સ્વામીના હાથે જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. હાર્દિકનાં હેલ્થ બુલેટિનમાં તેની સ્થિતિ ખૂબ નાજૂક હોવાનું આવ્યું છે. તેની કિડનીમાં ઈન્ફેક્શન વધી રહ્યું છે અને પેશાબમાં રસીનું પ્રમાણ જોવા મળ્યું છે. એસીટોનની માત્રા દિવસેને દિવસે વધી રહી છે. ઈલેક્ટ્રોલાઈટ ઈમબેલેન્સ જોવા મળે છે.
 
આજે સવારે હાર્દિકે 30 અને 31 ઓગસ્ટ એમ બે દિવસ સુધી જળ ત્યાગ કર્યા બાદ ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી.સ્વામીના હાથે પાણી પીધું હતું. સ્વામીએ તેને આગ્રહ કરીને પાણી પીવડાવ્યું હતું. જો કે હાર્દિકે પાણી ભલે પીધું પણ તે અન્ન લેશે નહીં અને ઉપવાસ ચાલુ રાખશે. 31મી ઓગસ્ટે સાંજે એસ.પી. સ્વામી સહિતના આગેવાનોએ હાર્દિકને જળ ત્યાગ મૂકીને પાણી પીવાની સલાહ આપી હતી. જો કે આમ છતાં હાર્દિક ટસનો મસ થયો નહોતો. તો બીજી તરફ રાજ્ય સરકાર તરફથી કોઇ પણ પ્રકારનો પ્રતિભાવ મળ્યો નથી કે કોઈ અણસાર પણ ન હોવાથી આ લડત લંબાઈ શકે છે. જેના કારણે પાસના કાર્યકરો અને શુભેચ્છકો દ્વારા જો લડત ચાલુ રાખવી હોય તો પાણી પીને ઉપવાસ કરવા ભારે દબાણ કરવામાં આવ્યું હતું.
 
લાલજી પટેલ હાર્દિક પટેલની મુલાકાત બાદ લાલજી પટેલે જણાવ્યું હતું કે, ઉપવાસ આંદોલન મજબૂત કરવા SPG, PAAS અને સમાજની અગ્રણી સંસ્થાઓ સાથે વાતચીત કરી હતી. હાર્દિકની તબિયત લથડતા આજે રાહ જોયા વગર મળવા પહોંચ્યો હતો. મારી કાર રોકી હાર્દિક પાસે જતા અટકાવવામાં આવ્યા હતા. પાટીદાર સમાજને એવોઇડ કરશો તો 2019માં તેનું પરિણામ ભોગવવું પડશે. હું હાર્દિક ને કહી ચુક્યો છું કે એક મજબૂત આંદોલનકારીઓની ટીમ બનાવીએ. આંદોલન કરવા પોતાનું શરીર મજબૂત રાખવું જરૂરી છે, સરકાર સાથે લડવા યુવાનોને પણ મજબૂત રહેવું જરૂરી છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.