અમીરગઢ પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતા કુંભલમેરના આશાસ્પદ યુવકનું મોત, યુવતી ઘાયલ

પાલનપુર તાલુકાના કુંભલમેર ગામનો યુવાન મોટર સાયકલ લઇ અમીરગઢ તરફથી આવી રહ્યો હતો. ત્યારે અમીરગઢ હાઇવે પર આરાસુરી પેટ્રોલ પંપ પાસે તેનું બાઇક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે યુવતીને ઇજા થઇ હતી.
 
પાલનપુર તાલુકાના કુંભલમેર ગામનો યુવાન અમીરગઢ હાઇવે પરથી બાઇક લઇ પસાર થઇ રહ્યો હતો. તે વખતે કોઇ કારણસર બાઇક ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાતાં બાઇક ચાલક જીતેન્દ્ર ઉર્ફે જીગર મફતલાલ ભાટીયા ઉ.24નું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જયારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત 18 વર્ષોય ભૂમી વિનોદભાઇ પાલજા નામની યુવતીને સારવાર અર્થે ખસેડવામા આવી હતી. બનાવ બાદ યુવકના મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકના પરિવારજનો સહિત સ્નેહીજનોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આશાસ્પદ યુવકના મોતને પગલે પરિવારજનોમા ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.